Get The App

રાજકોટવાસી ઠંડીમાં ઠુઠવાયા! 10 વર્ષમાં પહેલીવાર જોવા મળી કોલ્ડવેવની અસર

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
રાજકોટવાસી ઠંડીમાં ઠુઠવાયા! 10 વર્ષમાં પહેલીવાર જોવા મળી કોલ્ડવેવની અસર 1 - image


Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ઠંડી ભુક્કા બોલાવી રહી છે. આ વખતે કચ્છના નલિયા સાથે સૌરાષ્ટ્રનું રાજકોટ પણ ઠંડુગાર થઈ ગયું છે. રાજકોટમાં દર વર્ષે સામાન્ય ઠંડી નોંધાતી હતી, ત્યાં આ વખતે રાજકોટવાસીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે. છેલ્લાં દસ દિવસથી રાજકોટમાં શીત લહેર છે. દર વર્ષે કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં કોલ્ડવેવની અસર જોવા મળતી, પરંતુ આ વર્ષે સૌસરાષ્ટ્રના રાજકોટમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. 

દસ વર્ષમાં પહેલીવાર જોવા મળી કોલ્ડવેવની અસર

હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે દાસના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર માટે મહત્ત્વનો છે. ત્યાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે, પરંતુ કોલ્ડવેવની અસર રહેતી નથી. જોકે, આ વર્ષે રાજકોટ જેવા શહેરમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. છેલ્લાં દસ વર્ષના આંકડાઓ મુજબ પહેલીવાર રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી છે. 

આ પણ વાંચોઃ સમૂહલગ્નની ખુશી માતમમાં છવાઈ, મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હાઇવે: છ મૃતકોના નામની યાદી જાહેર

હવામાન વિભાગની ડિસેમ્બર મહિનાની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી વધુ નોંધાય તેવી શક્યતા છે. પરંતુ, અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે પ્રકારની ઠંડી પડી રહી છે, તે મુજબ ડિસેમ્બરના પહેલાં પંદર દિવસમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું નોંધાયુ છે. જે સાબિત કરે છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ઠંડીનું જોર વધ્યું છે. 

આ પણ વાંચોઃ ગુજરાતના 6 શહેરને ‘સ્માર્ટ’ બનાવવા રૂ. 10824 કરોડ ખર્ચાયા, સુરતમાં સૌથી વધુ પ્રોજેક્ટ

કોલ્ડવેવની અસરના દિવસોમાં ઘટાડો

ભારતીય હવામાનની આગાહી મુજબ, ડિસેમ્બરરમાં કોલ્ડવેવના દિવસો પણ ઓછા રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે રાજસ્થાન અને કચ્છના રણ પ્રદેશમાં પાંચથી છ દિવસ કોલ્ડવેવની અસર રહે છે. જોકે, આ વર્ષે તેમાં ઘટાડો નોંધાયો છે અને ફક્ત બે થી ત્રણ દિવસ જ કોલ્ડવેવની અસર રહેવાની આગાહી છે.



Google NewsGoogle News