Get The App

Gujarat Cold: ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો હજુ કેટલા દિવસ રહેશે ઠંડી

આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય: હવામાન કેન્દ્ર અમદાવાદ

કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે: અંબાલાલ પટેલ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
Gujarat Cold: ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો હજુ કેટલા દિવસ રહેશે ઠંડી 1 - image
Image Twitter 

Gujarat weather update: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. જો કે, રાજ્યમાં હાલમાં જે પ્રમાણે ઠંડી પડવી જોઈએ તેટલી નથી પડી રહી. લોકોને વહેલી સવારમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે હવામાન સામાન્ય થઈ જાય છે. એવામાં હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય. તેમજ રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા કરી છે. 

ગુજરાતને ઠંડીમાંથી ક્યારે મળશે રાહત?

હવામાન કેન્દ્ર અમદાવાદના રામાશ્રય યાદવે કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. તેમજ આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.  જો કે ત્યાર પછી રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા દર્શાવી છે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી રાહત મળશે.

અંબાલાલ પટેલની આગાહી

તો આ બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યના હવામાનને લઈને કહ્યું છે કે, આગામી દિવસોમાં દેશમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના દર્શાવી છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, કમોસમી વરસાદ અને દેશના ઉત્તર પર્વતિય પ્રદેશો જેમા પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સહિતના ભાગોમાં તેની અસર થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમજ ગુજરાતના વાતાવરણ બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમજ લઘુતમ તાપમાન વધતા અને ઠંડી ઓછી થઈ શકે છે. 

કેટલાક શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે

ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. જેથી કરીને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. રાજયનાં 15 શહેરોનું તાપમાન 15 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગુજરાતના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે રાજ્યમાં ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.


Google NewsGoogle News