VIDEO : વડાપ્રધાન મોદી અને UAEના રાષ્ટ્રપ્રમુખનો રોડ-શો શરૂ, ભારે જનમેદની ઉમટી
મોદી અને UAEના રાષ્ટ્રપ્રમુખ 6.10 કલાકે હોટલ લીલા
રોડ શો બાદ બંને નેતાઓ વચ્ચે બેઠક અને ભોજનનો કાર્યક્રમ
Vibrant Gujarat Global Summit 2024 : ગુજરાતમાં વાઈબ્રન્ટની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓ ગુજરાત મહેમાન બન્યા છે, તો UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (UAE President Mohammed bin Zayed Al Nahyan) પણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચી ગયા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી તેમને ગળે મળ્યા હતા અને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. હાલ બંને નેતાઓનો એરપોર્ટથી ગાંધીનગર હોટલ લીલા સુધી મેગા રોડ શો શરૂ થઈ ગયો છે, જે સાંજે 6.10 કલાકે હોટલ લીલા પહોંચશે. હાલ નેતાઓનો રોડ-શો ચાલી રહ્યો છે, જેમાં જનમેદની ઉમટી છે. બંને નેતાઓની સુરક્ષાને ધ્યાને રાખી ભારે બંદોબસ્ત ગોઠવાયો છે.
PM મોદી-યુએઈના વડા વચ્ચે બેઠક યોજાશે
પીએમ મોદી રોડ શો બાદ સાંજે 6.15થી 8.30 વાગ્યે યુએઈના વડા સાથે બેઠક અને ભોજન કરશે. રાત્રે 8.30 વાગ્યે વડાપ્રધાન રાજભવન જવા રવાના થશે. રાત્રે 8.45 વાગ્યે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે.
મોદીએ મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી
પીએમ મોદીએ આજે સવારે મહાત્મા મંદિરે અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ ટીમોર લેસ્ટેના પ્રેસિડન્ટ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે આજે 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે મુલાતાત કરી હતી. ત્યારબાદ બપોરે મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક યોજ્યા બાદ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું.
મોઝામ્બિકના પ્રમુખે શું કહ્યું ?
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેકિન્ટો ન્યુસીએ કહ્યું કે, અમે સાથે મળીને કૃષી ઉપરાંત ઘણી બાબતો પર ચર્ચા કરી છે. અમારી પાસે મોઝામ્બિકમાં ઘણી બધી ભારતીય કંપનીઓ છે, અમને તેની જરૂર પડશે. અમે માછીમારી અને પર્યટન ક્ષેત્રે કંઈક વધુ કરીશું.