Get The App

વલસાડમાં ફૂડ પોઈઝનિંગનો કેસ: પત્નીએ જ સમોસામાં ઝેર ભેળવી મોતને વ્હાલુ કર્યું, બાળકો આ કારણે બચી ગયા

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
વલસાડમાં ફૂડ પોઈઝનિંગનો કેસ: પત્નીએ જ સમોસામાં ઝેર ભેળવી મોતને વ્હાલુ કર્યું, બાળકો આ કારણે બચી ગયા 1 - image


Valsad Food Poisoning Case: વલસાડના અબ્રામાં એક પંજાબી પરિવારની ફૂડ પોઇઝનિંગના કારણે હોસ્પિટલમાં દાખલ હોવાની ખબર સામે આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, વાસી સમોસા ખાવાથી માતા અને બે બાળકોની તબિયત લથડી હતી, જેથી પરિવારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા મામલો ચગ્યો હતો. જોકે, સમગ્ર બાબતની તપાસ કરતાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વાસી સમોસાને કારણે ફૂડ પોઇઝનિંગ નહીં પરંતુ, સમોસામાં ઝેર નાંખીને આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નોંધનીય છે કે, હાલ બંને બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

શું છે સમગ્ર ઘટના? 

વલસાડના અબ્રામાં ખાતે સાંઈ લીલા મોલ પાછળ સરદાર ચાલીમાં ગુરૂદીપ સિંહ ભટ્ટી પોતાની 35 વર્ષીય પત્ની સતવીર કૌર અને બે બાળકો અસ્મિતા કૌર અને સતવીર સિંહ સાથે રહેતાં. બંને બાળકોમાં દીકરી અસ્મિતાની ઉંમર 14 વર્ષ અને પુત્ર સતવીર સિંહની ઉંમર 12 વર્ષ છે. આ પંજાબી દંપત્તિ મજૂરી કામ કરી રોજનું કમાઈને રોજનું ખાતા હતાં. આ દરમિયાન ગુરદીપસિંહના યુપીઆઈમાંથી એકાએક 4620 રૂપિયા અન્ય કોઈના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતાં. જેની જાણ પત્નીને થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે પત્નીએ સમોસામાં ઝેર ભેળવીને પોતાનું અને બાળકોનું જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું. 

આ પણ વાંચોઃ ભરૂચ હાઇવે પર ટોલટેક્સના વિરોધમાં સ્થાનિક ટ્રાંસપોર્ટ સંચાલકોએ કર્યો ચક્કાજામ, અધિકારીઓ દોડતા થયા

સમોસા ખાધા બાદ મહિલાનું મોત

દંપત્તિના ઝઘડા બાદ પત્ની સતવીર કૌર રાત્રે સમોસા લાવીને ખાધાં. બાદમાં વધેલાં સમસોને ફરી ગરમ કરીને બીજા દિવસે ખાધાં હતાં. સમોસા ખાધાં બાદ પત્ની સતવીર કૌર અને બંને બાળકોને એકાએક છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જેમાં સારવાર દરમિયાન સતવીર કૌરનું મોત નિપજ્યું અને બંને બાળકો હજુ સારવાર હેઠળ છે.

સમોસામાં મિક્સ કરવામાં આવી ઝેરી દવા

પરિવારની તબિયત લથડતાં પહેલાં વાસી સમોસાના કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું જણાઈ રહ્યું હતું. જોકે, બાદમાં સમોસાની તપાસ કરતાં જાણ થઈ કે, ત્રણેયના સમોસામાં ઝેરી દવા મિક્સ કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ કરોડનો સેનિટેશનનો કોન્ટ્રાક્ટ માટે લોએસ્ટ એજન્સીએ ખોટી એફિડેવિટ કરી

પોલીસ તપાસમાં થયો ખુલાસો

સમગ્ર બાબતે પોલીસે બાળકોની પૂછપરછ કરતાં સાચી માહિતી સામે આવી હતી. પોલીસે જ્યારે મૃત મહિલાની દીકરી અસ્મિતા કૌરની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે, મારી મમ્મીએ બે સમોસા ખાધા હતાં, જ્યારે મને અને મારા ભાઈને સમોસું ખાતાં સ્વાદ અજીબ લાગતાં અમે અડધું જ સમોસું ખાધું હતું. 

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણ થઈ કે, સતવીરકૌરે ગત રાતનાં ઝઘડા બાદ આજે સમોસામાં ઝેર મેળવીને પોતે ખાધું હતું. બાળકોએ પણ આ સમોસું ખાતાં તેઓને ઝેરની અસર થતાં તબિયત લથડી હતી. આ મામલે વધુ તપાસ પીઆઈ ડી. ડી. પરમાર કરી રહ્યાં છે.



Google NewsGoogle News