Get The App

Gujarat TAT 2023નું પરિણામ જાહેર, આ રીતે એક ક્લિક પર જાણી શકશો મેરિટ

Updated: Nov 28th, 2023

GS TEAM


Google News
Google News
Gujarat TAT 2023નું પરિણામ જાહેર, આ રીતે એક ક્લિક પર જાણી શકશો મેરિટ 1 - image


Gujarat TAT Result 2023: ગુજરાત ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT) હાયર સેકન્ડરી (HS) Mains 2023ના પરિણામો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ તેમના પરિણામો સત્તાવાર પોર્ટલ sebexam.org પર જોઈ શકે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140થી વધુ ગુણ, જ્યારે 59 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા હતા. 

સમગ્ર ગુજરાતમાં 243 કેન્દ્રો પર પાંચ ઝોનમાં યોજાયેલી આ પરીક્ષામાં 41,250 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે ઉમેદવારોના નામ મેરિટ હોય તેઓ 1 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર, 2023 દરમિયાન sebexam.org પર ઑનલાઇન અરજી કરી શકે છે.

Gujarat TAT 2023નું પરિણામ જોવા માટે આ લિંક પર ક્લિક કરો

http://sebexam.org/Form/printResult


Gujarat TAT 2023નું પરિણામ જાહેર, આ રીતે એક ક્લિક પર જાણી શકશો મેરિટ 2 - image

કેવી રીતે પરિણામ જોઈ શકશો?

  • sebexam.org પર ગુજરાત SEB પોર્ટલ પર જાઓ
  • હોમપેજ પર, પરિણામ લિંક પર ક્લિક કરો
  • અહીં Confirmation Number અને Date of Birthની વિગત ભરો.
  • ત્યારબાદ તમારું પરિણામો સ્ક્રીન પર જોઈ શકાશે
  • પરિણામ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લઈ શકો છો.

Gujarat TAT 2023નું પરિણામ જાહેર, આ રીતે એક ક્લિક પર જાણી શકશો મેરિટ 3 - image

Tags :