Get The App

સુરતીઓને જલસા! આજથી સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ, આજે કિંજલ દવેનું પરફોર્મન્સ, જાણો ત્રણ દિવસના કાર્યક્રમ

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
સુરતીઓને જલસા! આજથી સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ, આજે કિંજલ દવેનું પરફોર્મન્સ, જાણો ત્રણ દિવસના કાર્યક્રમ 1 - image


Surat Suvali Beach Festival: સુરતમાં આજથી ત્રણ દિવસનો સુવાલી બિચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. સાંજ 4:30 વાગ્યે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો ગુજરાતના જાણીતા કલાકાર કિંજલ દવેના લાઇવ પરફોર્મન્સનો આનંદ માણી શકશે. આ સિવાય સુવાલી બીચ પર અનેક બીજા આકર્ષણોએ લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર સુધી આ ફેસ્ટિવલનો લ્હાવો લઈ શકાશે. 

ત્રણ લાખથી વધુ લોકો માણશે આ ફેસ્ટિવલ

ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવાલી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી સંભાવના છે. આ વર્ષે 3 લાખથી વધુ લોકો આ સુવાલી બીચ ફેસ્ટિવલનો આનંદ માણશે તેવી તંત્રએ આશા વ્યક્ત કરી છે. આ સાથે જ કલેક્ટર દ્વારા આજથી શરૂ થઈ રહેલાં સુવાલી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પધારવા લોકોને આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું છે. 



આ પણ વાંચોઃ પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી આવે છે ક્યાંથી? સુરતમાંથી ઝડપાયું આખું કન્ટેઈનર

સુરત કલેક્ટર સૌરભ પારઘીએ આ ફેસ્ટિવલ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત સરકાર, ગુજરાત નિગમ લિ. અને જિલ્લા પ્રશાસને સુરતે સંયુક્ત રીતે આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સુરત માટે આ એક ખૂબ જ સારી તક છે. જેમાં રાજ્યકક્ષા, સ્થાનિક કક્ષા તેમજ અન્ય નામાંકિત કલાકારોની સાથે પ્રોગ્રામ્સ કરવાના છે. અહીં અલગ-અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

સુરતીઓને જલસા! આજથી સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ, આજે કિંજલ દવેનું પરફોર્મન્સ, જાણો ત્રણ દિવસના કાર્યક્રમ 2 - image

આ પણ વાંચોઃ સુરત પાલિકાના 4227 કરોડનો કેપીટલ ખર્ચ રિવાઈઝ કરી 3300 કરોડની આસપાસ રાખવામાં આવે તેવી શક્યતા

સુરતીઓને જલસા! આજથી સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ, આજે કિંજલ દવેનું પરફોર્મન્સ, જાણો ત્રણ દિવસના કાર્યક્રમ 3 - image

સુવાલી બીચ ફેસ્ટિવલ પહોંચવા માટે ક્યાંથી મળશે બસ?

સુરત સુવાલી ફેસ્ટિવલની મજા માણવા માટે ગુજરાત એસ.ટી વિભાગે દર અડધા કલાકે અડાજણ અને ઓલપાડથી બસ સેવા મૂકવામાં આવી છે. આ સાથે જ શહેરના 26 સ્થળેથી સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સિટી બસની સુવિધા પણ કરવામાં આવી છે. જેમાં રિયાવ વાય જંકશન, અમરોલી માનસરોવર, ગોઠાણ, ઉત્રાણ વી.આઈ.પી. સર્કલ, કામરેજ ચાર રસ્તા, ઉધના ત્રણ રસ્તા, પાલ, ચોક ગાંધીબાગ, ભેસ્તાન ચાર રસ્તા, પાંડેસરા પીયૂષ પોઈન્ટ, ડિંડોલી, ગોડાદરા, પાંડેસરા, પરવટ અને કુંભારીયાથી સુવાલી બીચ ફેસ્ટિવલ પહોંચાડતી સિટી બસ મળી રહેશે.


Google NewsGoogle News