BREAKING : ગૌણ સેવા પસંદગી મંડળનો સૌથી મોટો નિર્ણય, હવેથી ઓનલાઈન કોમ્પ્યુટરથી લેવાશે પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB)એ સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગૌણ સેવા અંતર્ગત પરીક્ષા આપતા ઉમેદવારોએ હવે ઓનલાઈન કોમ્પ્યુટરથી પરીક્ષા આપવાની રહેશે. હવેથી પરીક્ષા સંપૂર્ણપણે પેપરલેસ રહેશે. ગૌણ સેવા મંડળે પરીક્ષા માટે એજન્સી નક્કી કરી છે. TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે.
ઓનલાઈન પદ્ધતિથી પહેલા બીટગાર્ડની યોજાશે પરીક્ષા
આ પરીક્ષા 1થી વધુ દિવસના સમયગાળામાં યોજાઈ શકે છે. પ્રથમ બીટ ગાર્ડની પરીક્ષા આ રીતે યોજાશે જે એક અઠવાડિયાથી વધુ સમયગાળા સુધી ચાલશે. આ પદ્ધતિ દ્વારા એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ પદ્ધતિ મુજબ ત્રણ પેપર સેટ કરવામાં આવશે.