Get The App

ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા

Updated: Apr 2nd, 2025


Google News
Google News
ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા 1 - image


Gujarat Std 9-11 Exam Timetable Change: ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધો. 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ 7 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષામાં ફેરફાર કરાયો છે. જે મુજબ 12 એપ્રિલે લેવાનારી પરીક્ષા હવે 21 એપ્રિલે લેવાશે.

12 એપ્રિલની બદલે 21 એપ્રિલે લેવાશે પરીક્ષા

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ફેરફાર કરવામા આવ્યો છે. જે મુજબ જે પરીક્ષા 12 એપ્રિલે લેવાની હતી તે હવે 21 એપ્રિલે લેવામાં આવશે. રાજ્યભરના તમામ જિલ્લાના કુલ મળીને 2553 કેન્દ્રોમાં બપોરના 12 થી 2:30 દરમિયાન લેવામા આવશે. આ કેન્દ્રો સ્કૂલોમાં જ રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારી સાથે કરોડોની ઠગાઈ, અમદાવાદમાં 6ની ગેંગ ઝડપાઈ

બીજી બાજુ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 7 એપ્રિલથી ધો. 9 અને 11માં વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આમ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાને લઈને વાર્ષિક પરીક્ષામાં મુશ્કેલી ઉભી થતી હોવાથી ગુજરાત બોર્ડ દ્વારા સ્કૂલોની વાર્ષિક પરીક્ષામાં ફેરફાર કરવામા આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત

ગુજરાત બોર્ડ દ્વારા સ્કૂલોની વાર્ષિક પરીક્ષામાં ફેરફાર કરાયો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં ફેરફાર બાબતે જાણ કરવામા આવી છે. જે મુજબ શાળાકીય પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ તેમજ પ્રશ્નપત્રો શાળા વિકાસ સંકુલ દ્વારા અથવા સ્કૂલ કક્ષાએ નિયત કરવામા આવે છે. જેથી રાજ્યની તમામ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં પરીક્ષાને લઈને એકસૂત્રતતા જળવાય તે માટે ધો.9 અને 11ની 12 એપ્રિલની શાળાકીય વાર્ષિક પરીક્ષા 21  એપ્રિલના રોજ લેવાની રહેશે. ધો.9 અને 11માં અંદાજે 10 લાખથી વઘુ વિદ્યાર્થીઓએ રાજ્યની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં છે.


Tags :