Get The App

76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં યોજાશે, ધ્વજ વંદનમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
Republic Day


Republic Day 2025 : દિલ્હી સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે, ત્યારે ગુજરાતમાં આગામી 26મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ કરવામાં આવશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને કલેક્ટરોના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લામાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. ચાલો જાણીએ રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કયા મંત્રી ધ્વજ વંદન કરશે.

26મી જાન્યુઆરીએ વિવિધ જિલ્લામાં ધ્વજ વંદન સમારોહ યોજાશે

રાજ્યના વિવિધ જિલ્લામાં મંત્રીઓ આગામી 26મી જાન્યુઆરીએ ધ્વજ વંદન કરશે. જેમાં કેબિનેટ મંત્રીઓમાં વલસાડમાં કનુભાઈ દેસાઈ, બનાસકાંઠામાં ઋષિકેશ પટેલ, રાજકોટમાં રાઘવજીભાઈ પટેલ, મહેસાણામાં બળવંતસિંહ રાજપૂત, બોટાદમાં કુંવરજીભાઈ બાવળિયા, જામનગરમાં મુળુભાઈ બેરા, ભાવનગરમાં ડૉ. કુબેરભાઈ ડીંડોર અને અમદાવાદમાં ભાનુબેન બાબરિયા ધ્વજ વંદન કરશે.

રાજ્ય કક્ષાના મંત્રીઓના હસ્તે ધ્વજ વંદન 

જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓમાં ગાંધીનગરમાં હર્ષ સંઘવી, ખેડામાં જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથમાં પરશોત્તમભાઈ સોલંકી, દાહોદમાં બચુભાઈ ખાબડ, નવસારીમાં મુકેશભાઈ પટેલ, સુરતમાં પ્રફુલ પાનશેરીયા, છોટા ઉદેપુરમાં ભીખુસિંહજી પરમાર અને ભરૂચમાં કુંવરજીભાઈ હળપતિ ધ્વજ વંદન કરશે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેક્ટરોના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

આ પણ વાંચો: ગુજરાતના 'મણિયારા રાસે' દિલ્લીમાં માર્યુ મેદાન, વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારોની સ્પર્ધામાં મેળવ્યો ત્રીજો ક્રમ

ગુજરાતના સાંસ્કૃતિક ટેબ્લોને મળ્યો ત્રીજો નંબર

દિલ્હી ખાતે 76માં પ્રજાસત્તાક દિવેસ પરેડ સહિત વિવિધ રાજ્યો દ્વારા અલગ-અલગ થીમ આધારિત ટેબ્લોની પ્રસ્તૃતિ કરવામાં આવે છે. જેમાં 21 જાન્યુઆરીએ દિલ્હી ખાતે ટેબ્લોમાં રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતના સાંસ્કૃતિક ટેબ્લોને ત્રીજો નંબર મળ્યો હતો. 


Google NewsGoogle News