Get The App

12 હાઇસ્પીડ કોરિડોર, ત્રણ શહેરોમાં મેટ્રો, ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ: બજેટમાં શહેરો માટે મોટી જાહેરાત

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
12 હાઇસ્પીડ કોરિડોર, ત્રણ શહેરોમાં મેટ્રો, ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ: બજેટમાં શહેરો માટે મોટી જાહેરાત 1 - image


Gujarat Budget 2025-26: ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કાર્યો ઉપરાંત સબસિડી પર ધ્યાન કેન્દ્રિત કરતાં રૂ. 3,70,250 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાણાંમંત્રીએ દિન-પ્રતિદિન વધી રહેલી ટ્રાફિક સમસ્યાઓ તેમજ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાના હેતુ સાથે ટ્રાફિકના ઉકેલ માટે રૂ. 1020 કરોડની ફાળવણી કરી છે. જેમાં ‘ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટ હેઠળ 1369 કિમીના 12 લેટેસ્ટ હાઇસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે.

કનુભાઈએ જણાવ્યું કે, રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઇસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે વિકસાવવા માટે બજેટમાં કુલ રૂ. 1020 કરોડની ફાળવણી કરવામાં આ છે. વધુમાં ‘ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટ હેઠળ 1369 કિમીના 12 નવા હાઇસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે.

રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ. 350 કરોડ

દેશના સૌથી લાંબા રિવરફ્રન્ટ માટે વધુ  રૂ. 350 કરોડ ફાળવવામાં આવ્યા છે. કનુભાઈ દેસાઈએ સાબરમતી નદી પર અમદાવાદ-ગિફ્ટ સિટી ગાંધીનગરને જોડતાં રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા રિવરફ્રન્ટના કામ માટે બજેટમાં રૂ. 350 કરોડ ફાળવવામાં આવ્યા છે. 

મેટ્રો રેલ ફેઝ-2ની કામગીરી આ વર્ષે પૂર્ણ થશે

અમદાવાદ, ગાંધીનગર, અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં મેટ્રો રેલ ફેઝ-2ની કામગીરી ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 55 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. આગામી નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 2730 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ શિક્ષણ, રોજગારથી માંડીને રોડ-રસ્તાઓ અને સરકારી વિભાગો સુધી... જાણો બજેટની મહત્ત્વપૂર્ણ જાહેરાતો...

માર્ગ-મકાન વિભાગ માટે 24705 કરોડની ફાળવણી

રાજ્યના વિકાસ માટે માર્ગ અને પુલ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ  અને નિર્માણ કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 5000 કરોડ, પ્રવાસન સ્થળોને જોડતાં 150 જેટલા રસ્તાઓને પહોળા-રીસરફેસ કરવા રૂ. 2639 કરોડની જોગવાઈ કરી છે.

કુદરતી આપત્તિનો સામનો કરવા સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ગુજરાતમાં ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતાઓ જોવા મળે છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે કુદરતી આપત્તિનો સામનો કરવા સજ્જ વીજ માળખું, રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવાની જોગવાઈ પણ બજેટમાં રજૂ કરવામાં આવી છે.


12 હાઇસ્પીડ કોરિડોર, ત્રણ શહેરોમાં મેટ્રો, ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ: બજેટમાં શહેરો માટે મોટી જાહેરાત 2 - image


Google NewsGoogle News