Get The App

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના તાયફા વચ્ચે ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક, ધો.9-10માં 23%થી વધુ

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના તાયફા વચ્ચે ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક, ધો.9-10માં 23%થી વધુ 1 - image


Drop out Ratio in Gujarat : ગુજરાતમાં 21 જેટલા શાળા પ્રવેશોત્સવના તાયફા બાદ પણ ધોરણ 9-10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 ટકા નોંધાયો છે. આટલો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો એ પ્રદર્શન ખૂબ પણ શિક્ષણને પ્રોત્સાહન મળે એવા નક્કી કામોની ગેરહાજરીનું પરિણામ દર્શાવે છે. 

7 જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 30 ટકાથી પણ વધુ

શિક્ષણ વિભાગ દ્વારા જ જારી કરાયેલી વિગતો મુજબ, રાજ્યમાં ધોરણ 1થી 5માં 1.17 ટકા ડ્રોપ આઉટ રેટ, ધો. 6થી 8માં 2.98 ટકા અને ધોરણ 11-12માં 6.19 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. ધોરણ.9-10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35.45 ટકા અને સૌથી ઓછો રાજકોટ મ્યુનિ.માં 8.53 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ધોરણ 9થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કળાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે. 

આ પણ વાંચો: ભાજપ સરકારમાં હિંદુ સુરક્ષાની માત્ર વાતો: ગુજરાતમાં મંદિરો લૂંટાઈ રહ્યાં છે, ત્રણ વર્ષમાં ચોરીના 501 બનાવો

આ બાળકોના સરવે માટે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને ઉદ્દેશી એક પરિપત્ર જારી કરાયો છે. જેમાં જણાવ્યું છે કે, 15 ફેબ્રુઆરી-2022ના દ્વારા રાજ્યમાં ડ્રોપ-આઉટ બાળકો જુદા જુદા કારણોથી અધવચ્ચેથી શાળા છોડી દીધેલા, રખડતા, ભટકતા, ભીખ માગતા બાળકોના શિક્ષણ માટેની કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરવાની થાય છે. 

શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ 8ના તમામ બાળકો ધોરણ 9માં નામાંકન થાય તેના માટે પ્રયાસો કરવા છતાં ઘણા બાળકો અનટ્રેક ઓલ છે. આથી આવા અનટ્રેક બાળકોનો સરવે કરવાનો થાય છે. આ સરવેની કામગીરી આગામી 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ વિગતમાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના ડ્રોપ આઉટ થયેલા બાળકોની વિગતો જારી કરવામાં આવી છે.

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના તાયફા વચ્ચે ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક, ધો.9-10માં 23%થી વધુ 2 - image

ડ્રોપઆઉટમાં ગર્લ્સ કરતાં બોય્ઝનું પ્રમાણ વધુ

શિક્ષણ વિભાગે વર્ષ-2022ની સ્થિતિએ જારી કરેલ ડ્રોપ આઉટ રેટમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, ધોરણ 8 પછી અધવચ્ચે ભણવાનું છોડી દેનારા વિદ્યાર્થીઓની ટકાવારીમાં ગર્લ્સની સરખામણીએ બોયઝનો રેટ ઊંચો જોવા મળ્યો છે. ધોરણ 9-10માં કુલ ડ્રોપ આઉટ રેટ 23.28 ટકા છે. જેમાં બોય્ઝનો 24.97 અને ગર્લ્સનો 21.24 ટકા જોવા મળ્યો છે. આવી જ રીતે ધોરણ.11-12માં બોઝનો ડ્રોપ આઉટ રેટ 7.09 ટકા જ્યારે ગર્લ્સનો 5.13 ટકા નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં પરમિટ ધારકોએ 4 કરોડનો દારૂ પીધો, બુટલેગરોએ પણ રૂ. 20 કરોડનો 'માલ' વેચ્યાની શક્યતા

અમદાવાદમાં 1 લાખથી વધુ બાળકો ડ્રોપઆઉટ-અનટ્રેસ 

અમદાવાદ જિલ્લામાં જ 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ અને ડ્રોપઆઉટ છે. અમદાવાદ જિલ્લાના ડ્રોપ આઉટ રેશિયા પર નજર કરવામાં આવે તો ધોરણ.1થી 5માં 1.06 ટકા, ધોરણ 6થી 8માં 1.34 ટકા, ધોરણ.9-10માં 22.44 ટકા અને ધોરણ.11-12માં 2.25 ટકા નોંધાયો છે. અમદાવાદ મ્યુનિ. વિસ્તારના આંકડાઓ પર નજર કરવામાં આવે તો ધો.1થી 5માં 0.75 ટકા, ધો.6થી 8માં 3.04 ટકા, ધોરણ.9-10માં 18.68 ટકા અને ધો.11-12માં 2.73 ટકા નોંધાયો છે.


Google NewsGoogle News