Get The App

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત, આ તારીખથી ઓનલાઈન અરજી કરી શકાશે

Updated: Jun 25th, 2024

GS TEAM


Google News
Google News
Gujarat Gaun seva pasandgi mandal file pic


GSSSB Recruitment 2024: ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. 

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી

આ ભરતી અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી મદદનીશની 436 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. યોગ્ય શેક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી  તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આજે GSSSBની સત્તાવાર વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત, આ તારીખથી ઓનલાઈન અરજી કરી શકાશે 2 - image

Tags :