Get The App

VIDEO | રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની શરૂઆત ક્યાંથી થઈ..? CCTV ફૂટેજ સામે આવ્યાં

Updated: May 27th, 2024


Google NewsGoogle News


VIDEO | રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની શરૂઆત ક્યાંથી થઈ..? CCTV ફૂટેજ સામે આવ્યાં 1 - image

Rajkot TRP Game Zone Fire: ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં કેવી રીતે ભીષણ આગ લાગી? આ આગની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી ભડકો થયો? શરૂઆતમાં જ આગ ન ભડકે તે માટે કયા પ્રયાસો કરવામાં આવ્યા હતા? કેવી રીતે ગેમ ઝોન 30 મિનિટમાં અગનગોળામાં ફેરવાઈ ગયો? આ સવાલોનો જવાબ હવે સામે આવી ગયા છે. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. એવો દાવો કરાયો છે કે આ વીડિયો એ સમયના છે જ્યારે સૌથી પહેલા આગ ભડકી હતી. 

વીડિયોમાં શું દેખાય છે? 

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક્સ્ટેંશન વિસ્તારમાં વેલ્ડિંગના કારણે આગ લાગી હતી. આગ ઓલવવા માટે કેમ્પસમાં હાજર અગ્નિશામક સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે આગની તીવ્રતાનો સામનો કરી શક્યા ન હતા. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેમ્પસમાં ફાયર સેફ્ટીની  સિસ્ટમ ન હતી, જ્યારે રિપેરિંગ કામ કરતા લોકોએ આગ ઓલવવાના શક્ય તમામ પ્રયાસો કર્યા હતા.  

શું આજે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ગેમ ઝોનમાં આગની ઘટનાની સુઓ મોટુ હાથ ધરી હતી અને રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનેલા ગેમ ઝોનના રિપોર્ટ મંગાવ્યા હતા. ચાર શહેરોની નગરપાલિકાઓ આજે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ કેસની સુનાવણી કરશે. વકીલોએ પહેલા જ આરોપીનો કેસ લડવાની ના પાડી દીધી છે.

VIDEO | રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની શરૂઆત ક્યાંથી થઈ..? CCTV ફૂટેજ સામે આવ્યાં 2 - image


Google NewsGoogle News