‘અમે ચૂંટણી પરિણામ બાદ ઉજવણી નહીં કરીએ?’, રાજકોટ અગ્નિકાંડ મુદ્દે શહેર ભાજપ પ્રમુખની જાહેરાત
Rajkot Game Zone Fire : રાજકોટમાં 25 મેએ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 30 લોકો જીતવા ભુંજાઈ ગયા છે, જેનો માત્ર રાજ્યમાં જ નહીં દેશભરમાં શોક અને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ ભાજપ (BJP) પ્રમુખે જાહેરાત કરી છે કે, ‘દેશમાં ચાર જૂને લોકસભા ચૂંટણી પરિણામ (Lok Sabha Election-2024 Result) આવ્યા બાદ રાજકોટમાં કોઈપણ જાતની ઉજવણી નહીં કરવામાં આવે. શહેરમાં સર્જાયેલા દુઃખદ અગ્નિકાંડના બનાવના કારણે અમે ચૂંટણી બાદ કોઈપણ ઉજવણી નહીં કરીએ’
30માંથી 27 મૃતદેહના DNA મેચ થયા
ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડમાં અત્યાર સુધી 27ના ડીએનએ મેચ થયા છે. 25ના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મૃતદેહના ડીએનએ મેચ કરવાના બાકી છે. આજે ગાંધીનગરમાં અગ્નિકાંડ મુદ્દે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ SIT વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, ‘અમારી પાસે પ્રાથમિક તપાસના 24 કલાક જ હતા, રાજય સરકારના ઘણા વિભાગો સંકળાયેલા છે અને તપાસમાં ઘણો સમય માગી લે એમ છે. પરંતુ દેશમાં કદાચ પ્રથમ આવું બન્યું હશે કે DNA મેચિંગનું કામ ઝડપથી થયું છે.’
ગાંધીનગરમાં હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી
ગાંધીનગર એફ.એસ.એલ.માંથી DNAનો મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહોને પોતાના સગાઓને સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિનટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
• રાજકોટ અગ્નિકાંડ : દેશમાં કદાચ પ્રથમ વખત આવું બન્યું હશે, SIT વડાનું મોટું નિવેદન
• રાજકોટ અગ્નિકાંડમાં SITની મોટી કાર્યવાહી, 2021થી અત્યાર સુધીના તમામ અધિકારીઓને તેડું
• રાજકોટ અગ્નિકાંડ મુદ્દે તપાસ સમીતિએ કહ્યું, તપાસમાં ઘણો સમય લાગે એમ છે, ઘટનાસ્થળે બુલડોઝર ફેરવવાનું કારણ પણ જણાવ્યું
• રાજકોટ અગ્નિકાંડ: છૂટા પડી ગયેલા એ સાત પગ કોના હશે એની ઓળખ કરવામાં મૂંઝવણ
• રાજકોટ અગ્નિકાંડમાં સરકારી અધિકારીઓનો પર્દાફાશ : ગેમ ઝોનને પરમિશન હતી, તંત્રની બેદરકારીએ 28ના જીવ લીધા
• રાજકોટ અગ્નિકાંડના પુરાવાના નાશ સાથે 'ડેથ ઝોન'માં ન્યાયની આશા પર બુલડૉઝર ફેરવાયું
• 'તંત્ર અને પોલીસની બેદરકારીને પગલે રાજકોટ અગ્નિકાંડ થયો...' SITના રિપોર્ટમાં મોટો દાવો