રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘ મહેર યથાવત્, 31 જળાશયો છલકાયા, આ વિસ્તારોમાં અપાયું એલર્ટ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
sardarsarovar dam


Gujarat Rain Updates: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઈ ગયા છે. આજે (23મી જુલાઈ) સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ દરમિયાન કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મુન્દ્રા, માંડવી અને નખત્રાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નખત્રાણાને જોડતા અનેક માર્ગ પર જળબંબાકારની સ્થિતિ છે. આ ઉપરાંત ભારે વરસાદના ગુજરાતના 31 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. 

રાજ્યના 31 જળાશયો છલકાતા હાઈ એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 31 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 44 ટકા નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના આ રાજ્યમાં રેડ એલર્ટ, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી


રાજ્યના 8 જળાશયોમાં 15 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51,786 ક્યુસેક, ઉકાઈમાં 31,206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23,656 ક્યુસેક, વેણુ-2માં 18,906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18,468 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16, 024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15,256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13,419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે રાજ્યના 29 ડેમ 70 ટકાથી 10 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર સહિત 19 ડેમ 50થી 70 ટકા ભરાતા ચેતવણી અપાઈ છે, જ્યારે 50 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 42.55 ટકા, મધ્ય ગુજરાતના 17માં 35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘ મહેર યથાવત્, 31 જળાશયો છલકાયા, આ વિસ્તારોમાં અપાયું એલર્ટ 2 - image


Google NewsGoogle News