Get The App

ઉત્તર ગુજરાતમાં પણ જામી મેઘસવારી, પ્રાંતિજ અને વિસનગરને ધમરોળ્યું, આજે આ જિલ્લામાં ઍલર્ટ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Gujarat Rain Update


Gujarat Rain Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાત તરફ મંડાણ કર્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.50 ઇંચ, મહેસાણાના વિસનગરમાં બે કલાકમાં 4 ઇંચ સહિત કુલ 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 16 તાલુકામાં 4થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં પણ જામી મેઘસવારી, પ્રાંતિજ અને વિસનગરને ધમરોળ્યું, આજે આ જિલ્લામાં ઍલર્ટ 2 - image
ઉત્તર ગુજરાતમાં પણ જામી મેઘસવારી, પ્રાંતિજ અને વિસનગરને ધમરોળ્યું, આજે આ જિલ્લામાં ઍલર્ટ 3 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ( 30મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 45 જળાશયો છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમ 53 ટકા ભરાયો


રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ઉત્તર ગુજરાતમાં રવિવાર (28મી જુલાઈ) સુધી સિઝનનો માત્ર 30.12 ટકા વરસાદ પડ્યો હતો. પરંતુ સોમવારે(29મી જુલાઈ) મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઉત્તર ગુજરાતમાં ઘટ રહેશે કે કેમ તે પ્રશ્નનો જવાબ જાણે ઉકેલાઈ ગયો છે. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ જામી મેઘસવારી, પ્રાંતિજ અને વિસનગરને ધમરોળ્યું, આજે આ જિલ્લામાં ઍલર્ટ 4 - image


Google NewsGoogle News