Get The App

ગુજરાતમાં હજુ મેઘરાજા બોલાવશે ધબધબાટી, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Gujarat Rain Update


Gujarat Rain Update: રાજ્યમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આજે (26મી જુલાઈ) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી,વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 27મી જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

28મી જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગારમાં વરસાદનું યલો જાહેર કરાયું છે.

આ પણ વાંચો: નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી


પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી

ઉલ્લેખનીય છે કે, નવસારીમાં ભારે વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. ભારે વરસાદને લીધે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે.

ગુજરાતમાં હજુ મેઘરાજા બોલાવશે ધબધબાટી, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર 2 - image


Google NewsGoogle News