15 ફૂટ ઊંચા મોજા ઉછળતા રેડ એલર્ટ જાહેર : સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર થશે, દ્વારકામાં શાળાઓ બંધ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
15 ફૂટ ઊંચા મોજા ઉછળતા રેડ એલર્ટ જાહેર : સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર થશે, દ્વારકામાં શાળાઓ બંધ 1 - image


Gujarat Rain Update: સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ જોશીલુ બન્યું છે. પોરબંદર, દ્વારકા અને જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે સેકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોપ જારી છે તેના પગલે ભારે વરસાદના સંજોગો હજુ યથાવત્ છે. આજે (20મી જુલાઈ) પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર

સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર થશે દરિયાકાંઠે 55થી 65 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, પોરબંદરના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 75 ટકાથી વધુ વિસ્તારોમાં સચરાચર વરસાદનું પૂર્વાનુમાન છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની પોલ ખુલી! ભાજપના નેતાની વાડીમાં જવા 3.80 કરોડના ખર્ચે બનાવે છે બ્રિજ!


દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળાઓ આજે બંધ રહેશે

અતિશય ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્રએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જઈને ભારે વરસાદમાં અટવાય નહીં તે અન્વયે આ નિર્ણય લેવાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે (20મી જૂલાઈ) સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ સાથે તીવ્ર પવન અને ગાજવીજ પણ રહેશે.

15 ફૂટ ઊંચા મોજા ઉછળતા રેડ એલર્ટ જાહેર : સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર થશે, દ્વારકામાં શાળાઓ બંધ 2 - image



Google NewsGoogle News