ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, બપોરે 12 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Representative image in Rain


Gujarat Rain Update: ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ આગાહી વચ્ચે પાટણમાં આજે (30મી જુલાઈ) વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યા છે. જેને લઈને નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા હતા. 

પાટણમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં આજે (30મી જુલાઈ) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. સરસ્વતીમાં 3.6 ઈંચ, પાટણમાં 3 ઈંચ, લાખણીમાં 2 ઈંચ, ખંભાળિયામાં 2 ઈંચ, સાતંલપુરમાં 1.6 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, ભચાઉમાં 1.5 ઈંચ, માંડવી(કચ્છ)માં 1.4 ઈંચ, બહુચરાજીમાં અને ઉમરગામમાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો:  દેશમાં ભારે વરસાદે આફત સર્જી, કેરળ-હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન, 19 રાજ્યોમાં એલર્ટ


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ( 30મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, બપોરે 12 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં 2 - image


Google NewsGoogle News