Get The App

હજુ સંકટ ટળ્યું નથી: સુરત સહિત આ ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
heavy rain


Gujarat Rain Update: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (25મી જુલાઈ) પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.  

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરત જળમગ્નઃ ખાડીપૂરના ગંદા પાણી ઘરોમાં ઘૂસતા લોકોને હાલાકી, હજુ વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર, 26મી અને 27મી જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: વડોદરામાં 13 ઇંચ ખાબક્યા બાદ મેઘરાજાના ખમૈયા, વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, જનજીવન ઠપ

28મી જુલાઈ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગારમાં વરસાદનું યલો જાહેર કરાયું છે. 

હજુ સંકટ ટળ્યું નથી: સુરત સહિત આ ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ 2 - image


Google NewsGoogle News