મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં ધરતીપુત્રો ખુશખુશાલ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Update: ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે (21મી જૂન) ભાવનગરના મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, વાવડી, રાળગોન, ઠાડચ, ઠળિયા, મોણપર, બગદાણા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ છવાઈ ગયો હતો.
ચોમાસું નવસારીમાં અટવાયું છે!
રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ આગાહી અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. કારણ કે ચોમાસું હજુ પણ નવસારીમાં અટવાયેલું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 21મી જૂને અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છ વરસાદ પડી શકે છે. 22મીથી 23મી જૂને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આગામી 24મી, 25મી અને 26મી જુને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ આગાહી અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. કારણ કે ચોમાસું હજુ પણ નવસારીમાં અટવાયેલું છે.