ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Sardar Sarovar Dam


Sardar Sarovar Dam: ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા ડેમના 9 દરવાજા 0.80 મીટર સુધી ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા જિલ્લાના અન્ય બે ડેમ પણ ઓવર ફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

Sardar Sarovar Dam

આ ડેમ ઓવર ફ્લો થયા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ચોપડવાવ ગામ પાસે આવેલો ચોપડવાવ ડેમ અને નાના કાકડીઆંબા ડેમ ઓવર ફ્લો થયો છે. આ ડેમ ઓવર ફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત લોકોને નદી કિનારે અવર જવર નહીં કરવા સૂચના અપાઇ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: નરોડામાં 4 કલાકમાં 2 ઇંચ, મીઠાખળી અંડરપાસ બંધ


બીજી તરફ આ ડેમથી સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવ૨, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ 19 ગામને સિંચાઈના પાણીનો લાભ મળશે.

આજે આ જિલ્લામાં વરસદાનું એલર્ટ 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (24મી ઑગસ્ટ) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ 3 - image


Google NewsGoogle News