ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની જંગી આવક, જળસપાટીમાં થયો વધારો
Sardar Sarovar Dam: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 68.41 ટકા વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ગુજરાતની જીવાદોરી કહેવાતા સરદાર સરોવર ડેમની જળસપાટી 128 મીટર પહોંચી છે.
મધ્ય પ્રદેશના ડેમમાંથી પાણીની આવક
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને મધ્ય પ્રદેશના ડેમોમાંથી પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની સપાટી 128 મીટર પર પહોંચી છે. મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાયું છે, ઓમકારેશ્વરના 18, ઇન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 1.60 લાખ ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. જો કે, સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધીની છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજાની પધરામણી, અનેક વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 68.41 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 86.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.53 ટકા, સૌરાષ્ટ્રમાં 78.20 ટકા અને, ઉત્તર ગુજરાતમાં 51.14 ટકા અને મધ્ય ગુજરાતમાં 49.29 ટકા વરસાદ નોંધાયો છે.