જગતના તાત પર વીજળી ત્રાટકી: બોટાદના રાણપુરમાં ખેડૂત પર વીજળી પડતા મોત
Gujarat Weather Update: ગુજરાતમાં મેધરાજાની એન્ટ્રી થઈ છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે કેટલાંક વિસ્તારમાં વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજળી પડવી અને પૂર આવવા જેવી સમસ્યાઓ ઉભી થતી હોય છે. ત્યારે બોટાદના રાણપુરમાં ખેતરમાં કામ કરતા ખેડૂત અને બરવાળાના ચોકડી ગામના એક ખેતમજૂર પર વીજળી પડતા મોત નીપજ્યું હતું.
રાણપુરમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર વીજળી પડવાથી મોત થયું હતું. 35 વર્ષીય ખેડૂત રાત્રે 2 વાગ્યે ખેતરે કામ કરી રહ્યાં હતા આ દરમિયાન વીજળી પડતા મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ કુદરતી દુઃખદ ઘટના બાદ ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
બરવાળાના ચોકડી ગામે વીજળી પડવાથી ખેતમજૂરનું મોત
છેલ્લા બે દિવસથી બોટાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસની અંદરમાં જ વીજળી પડવાથી બે લોકો મૃત્યું પામ્યા હતા. જેમાં 23 જૂનના રોજ બરવાળાના ચોકડી ગામે વીજળી પડવાથી ખેતમજૂરનું મોત નીપજ્યું હતું.