VIDEO: દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનોખો નજારો, વાદળોની ધરતીથી આકાશ સુધીની સફર જોઈ કુતુહલ સર્જાયું
Dwarka Rain : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવા છતાં અનેક જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળ્યું રહ્યું છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનોખો નજારો સામે આવ્યો છે. અહીંના લોકો વાદળોને ધરતીથી આકાશ તરફ જતા જોઈ ભારે આશ્ચર્યમાં મુકાયા છે.
આકાશી નજારાના વીડિયો વાયરલ
વાસ્તવમાં દ્વારકા જિલ્લાના ભાટિયા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં મેઘરાજાની ધબળાટી વચ્ચે વાદળો પણ ફંટાયા હતા. આ દરમિયાન અચાનક એવો નજારો જોવા મળ્યો, જેને જોઈ સૌકોઈ આશ્ચર્ય પામ્યા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે વાદળો ધરતી પરથી આકાશ તરફ જતા જોવા મળતા ભારે કુતુહલ સર્જાયું હતું. ભાગ્યે જ જોવા મળતી આવી ઘટના હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા ના ભાટિયા ગામે કુદરતનો અદભૂત દ્રશ્ય જોવા મળ્યા. એવું લાગી રહ્યું જાણે વાદળી જમીન માથી પાણી ભરી રહ્યા હોય. pic.twitter.com/o5pl11ZhVZ
— Suresh chavda (@Sureshc06642954) October 13, 2024
આ પણ વાંચો : મેઘરાજાએ હજુ નથી લીધી વિદાય: આજે ગુજરાતનાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો
દક્ષિણ ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં પડ્યો વરસાદ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની વિદાય છતાં આજે અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં ફરી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ફરી ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે આવતીકાલ માટે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્યરૂપે જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના આગાહીના કારણે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના રૂપે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું યેલો એલર્ટ