Get The App

અંકલેશ્વર-પાનોવી વચ્ચે 5 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો જામી, વાહન ચાલકો હેરાન

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
અંકલેશ્વર-પાનોવી વચ્ચે 5 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો જામી, વાહન ચાલકો હેરાન 1 - image


Vadodara Traffic Jam : વરસાદના વિરામ વચ્ચે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વડોદરાથી સુરત ટ્રેક ઉપર પાંચ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો બફારાના કારણે પરસેવે રેબજેબ થઇ ગયા હતા.

અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલો સાંકડો આમલાખાડી બ્રિજ બની રહ્યો છે. લાંબા સમયથી બ્રિજની મરામતની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે જી.આઈ.ડી.સી.તરફ જવાના માર્ગની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી હોવાથી વાલિયા ચોકડી અને નિલેષ ચોકડી પાસે ટ્રાફિકજામની પરિસ્થિતી ઉભી થઇ છે. આજરોજ સવારથી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વડોદરા થી સુરત તરફના ટ્રેક ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. હાઇવે ઉપર 5 થી 6 કિલોમીટર સુધી વાહનોની લાઈનો જોવા મળી હતી.

ગત સપ્તાહ દરમિયાન વરસેલા અવિરત વરસાદને કારણે ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના રાષ્ટ્રીય ધોળીમાર્ગની ભારે ખાના ખરાબી થતાં ઠેર-ઠેર હાઇવે ઉપર ખાડાઓ પડી ગયા છે. હાઇવે ઓર્થોરિટી તેમજ આઈ.આર.બી. એજન્સીના સતાધિશો ટ્રાફિક જામની રોજિંદી બની ગયેલી સમસ્યા પરત્વે આંખ આડા કાન કરી રહ્યા છે. 

હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં જવા માટે એક માર્ગ રાજપીપળા ચોકડી પાસે બની રહ્યો છે. જેને કારણે હાઇવે ઉપરની વાલિયા ચોકડી સહિત નિલેષ ચોકડી પાસે વાહનોની અવર જવર વધી છે. જેને કારણે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પ્રભાવીત થઇ રહ્યો હોય હાઇવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય રહી છે. વારંવાર સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાથી વાહન ચાલકો હેરાન થઇ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.


Google NewsGoogle News