Get The App

ગુજરાત: રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાંથી બ્રેક લઈ દિલ્હી દોડ્યા, જાણો કારણ

કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાં વધુ એક દિવસ રોકાશે, આજે છેલ્લો દિવસ હતો

જયરામ રમેશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના આગામી કાર્યક્રમ અંગે આપી માહિતી

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ગુજરાત: રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાંથી બ્રેક લઈ દિલ્હી દોડ્યા, જાણો કારણ 1 - image


Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધી (Rahul Gandhi)ની આગેવાની હેઠળ આગળ વધી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં છે. આજે યાત્રાનો ગુજરાતમાં છેલ્લો દિવસ હતો, જોકે યાત્રા પર ફરી એક વાર બ્રેક લાગી ગઈ છે. કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) કહ્યું કે, રાહુલ ગાંધી દિલ્હી જવાના હોવાથી યાત્રા 11 માર્ચે વિશ્રામ કરશે. તેમણે ખડગે-રાહુલના આગામી કાર્યકર્મો અંગે પણ માહિતી આપી હતી.

13 માર્ચે મહિલા અધિવેશન યોજાશે

જયરામ રમેશે મીડિયાને કહ્યું કે, ‘ભારત જોડો ન્યાય યાત્રા 11 માર્ચે વિશ્રામ કરશે અને 12 માર્ચે બપોરે 2.00 કલાકે ફરી યાત્રા આગળ વધશે. આ જ દિવસે એક આદિવાસી સંમેલન પણ યોજાશે. ત્યારબાદ 13 માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ધુલેમાં એક મહિલા અધિવેશનમાં સંબોધન કરશે.’ જોકે જયરામ રમેશે 

યાત્રા ગુજરાત બાદ મહારાષ્ટ્ર પહોંચશે

14 જાન્યુઆરી-2024ના રોજ કોંગ્રેસની યાત્રા મણિપુરથી શરૂ થઈ છે. 6200 કિલોમીટરનો સફર પૂર્ણ કર્યા બાદ યાત્રાનું મહારાષ્ટ્રમાં સમાપન થશે. આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત થઈ મહારાષ્ટ્ર પહોંચશે.


Google NewsGoogle News