કોંગ્રેસ નેતાનો ખુલ્લો પડકાર: રાજેશ ચુડાસમાને કહ્યું 'સમય અને સ્થળ નક્કી કરો હું હિસાબ કરવા તૈયાર છું'
Congress leader punja vansh challenge to Rajesh Chudasma: જૂનાગઢ બેઠકથી સતત ત્રીજી વખત જીતેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પર કોંગ્રેસ નેતા પુંજા વંશે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, 'ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમયે જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી ને કહો સામ-સામે બેસી ને હિસાબ કરવા માટે તૈયાર છું.'
હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને: પુંજા વંશ
ભાજપ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસ નેતા પુંજા વંશે કહ્યું હતું કે, 'હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ, સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો, સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે.' નોધનીય છે કે થોડા દિવસો પહેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ એક કાર્યક્રમમાં પોતાના વિરોધીઓને જ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, 'આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથી, પક્ષ તેમની સામે કાર્યવાહી કરે ન કરે પરંતુ હું કોઈને છોડવાનો નથી.'
આ પણ વાંચો: ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે મહત્ત્વના સમાચાર, હાઇકોર્ટે નકાર્યો સરકારનો સર્વે રિપોર્ટ
રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના હીરા જોટવાને હરાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન વેરાવળના ચર્ચાસ્પદ ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ ઉછળતા જૂનાગઢ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના હીરા જોટવાને હરાવ્યા હતા.