ગુજરાત ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, હવે આ જિલ્લામાં પક્ષના જ બે જૂથ વચ્ચે મારામારી

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
ગુજરાત ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, હવે આ જિલ્લામાં પક્ષના જ બે જૂથ વચ્ચે મારામારી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં ભાજપ માટે હાલ સારો સમય ચાલી રહ્યો નથી. રાજ્યમાં ટિકિટને લઈને આંતરિક રોષ હજુ પણ યથાવત છે. સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલાયા છતાં સ્થિતિ ઠેરની ઠેર જ છે તો રાજકોટમાં ઉમેદવારના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે તેવામાં હવે અમરેલી બેઠક પર વિવાદ શરુ થતાં ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

શિસ્તબંધ પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપમાં જ ભળકો

દેશભરમાં શિસ્તબંધનો દાવો કરતી ભાજપમાં હાલ આંતરિક વિખવાદ શરૂ થયો છે. હજું પરશોત્તમ રૂપાલા વિવાદ શાંત પડ્યો નથી, ત્યાં હવે અમરેલીમાં લોકસભા બેઠકના ઉમેદવારને લઈને પક્ષના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની વાત સામે આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરેલીમાં હાલના ઉમેદવારને બદલીને નવા ઉમેદવારને ટિકિટ આપવાની રજૂઆત કરનાર હિરેન વિરડીયા પર હુમલો કરવામાં આવ્યો છે. 

સાંસદ કાછડિયા સાથે પણ મારામારી થઈ હોવાના અહેવાલ

પક્ષના જ કાર્યકર દ્વારા આ હુમલો કરવાની વાત સાંસદ કાછડિયાને મળતા તે તાત્કાલિક મામલો શાંત પાડવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જો કે તેમની સાથે પર મારામારી થઈ હવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાને લઈને કાર્યવાહીમાં મોડું થતાં સાંસદ કાછડિયા પોલીસને આડે હાથ લઈને ધમકાવી હતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ મારામારીની ઘટનામાં કેટલાક કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી મળી છે.

ગુજરાત ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, હવે આ જિલ્લામાં પક્ષના જ બે જૂથ વચ્ચે મારામારી 2 - image


Google NewsGoogle News