ગુજરાત પોલીસબેડામાં મોટા ફેરફાર, 20 IPS સહિત 35 અધિકારીઓના બદલી- પ્રમોશનના ઓર્ડર જાહેર
Gujarat Police Transfers Order: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે રાજ્યમાં 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કર્યા છે.
રાજ્યમાં 20 IPSને પ્રમોશન આપવામાં આવ્યું
ગુજરાતમાં આઈપીએસ પોસ્ટિંગને ઓર્ડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસની બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ અધિકારીઓની બદલી અને પ્રમોશન કરવામાં આવ્યા છે. આ ઓર્ડર મુજબ હસમુખ પટેલ સહિત 20 આઈપીએસ પ્રમોશન આપવામાં આવ્યા છે. તો જી.એસ. મલેકને ડીજી તરીકે પ્રમોટ કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ઓમપ્રકાશ જાટની નિમણૂક કરવામાં આવી છે જ્યારે એડીજીપી એવા ચાર આઈપીએસની ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે.
આ અધિકારીઓની બદલી કરવામાં આવી
અગાઉ આઠ IPS અને 65 DySPની બદલી કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યના આઠ IPS અને 65 DySPની બદલી કરાઈ હતી. જેમાં ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ આઇપીએસ અધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં એએસપીની જવાબદારી સોંપવામાં આવી હતી.