કાલથી પોલીસની ભરતીની શારીરિક કસોટી શરુ, 12 હજાર જગ્યાઓ માટે 10 લાખ ઉમેદવારો દોડશે
Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર અને લોકરક્ષક કેડર વર્ગ-3નીજગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની શારીરિક કસોટી તારીખ 8 જાન્યુઆરીથી 1લી માર્ચ સુધી યોજાશે.
આ ભરતીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર(પુરુષ/મહિલા)ની 472 જગ્યા અને લોકરક્ષક કેડર (બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ એસ.આર.પી.એફ./ જેલ સિપાહી) પુરુષ/મહિલાની 12000 જગ્યાઓ મળી કુલ-12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતને મળ્યા 37 નવા DySP, 25 પુરુષ અને 12 મહિલા અધિકારીઓને પોસ્ટિંગ આપ્યા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 ભરતી પ્રક્રિયા અંતર્ગત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરના કન્ફર્મ થયેલ કુલ 10,73,786 ઉમેદવારોને રાજ્યના નિર્ધારિત 15 (પંદર) શહેર/જિલ્લા/SRP જૂથ/યુનિટના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી Physical Efficiency Test (PET) અને શારીરિક માપ કસોટી (Physical Standard Test (PST) માટે બોલાવવામાં આવેલ છે. જેમાં 11 (અગિયાર) ગ્રાઉન્ડ ખાતે પુરુષ ઉમેદવારો (તા.08/01/2025થી તા.31/01/2025 દરમ્યાન ફક્ત પો. સ. ઈ. તથા પો. સ. ઇ. અને લોકરક્ષક કેડર (બોથ) તેમજ તા.01/02/2025થી તા.01/03/2025 દરમ્યાન ફકત લોકરક્ષક કેડર.
આ ઉપરાંત, 4 (ચાર) ગ્રાઉન્ડ ખાતે મહિલા તથા માજી સૈનિક ઉમેદવારો માટે (તા.08/01/2025થી તા.29/01/2025 દરમ્યાન ફકત પો. સ. ઇ. તથા પો. સ. ઇ. અને લોકરક્ષક કેડર (બોથ) તેમજ તા.01/02/2025થી તા.01/03/2025 દરમ્યાન ફકત લોકરક્ષક) માજી સૈનિક ઉમેદવારોની તા.28/01/2025 અને તા.29/01/2025 થશે.
આ પણ વાંચોઃ ગુજરાતના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, ફોરેનના ઘરો પણ લાગશે ફિક્કા
ભરતી દરમિયાન દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં કુલ-96 DYSP, PI, PSI, HC/PCની નિમણૂક કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરેક ગ્રાઉન્ડના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે.