Get The App

પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે નવી સુવિધા, ભરતી બોર્ડે શરૂ કરી વેબસાઈટ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
Police


GPRB Launches Website : ગુજરાત પોલીસની તૈયાર કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 1 જાન્યુઆરીથી પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ થયા છે, ત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નવી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ ભરતી સહિતની અનેક જાણકારી ઉમેદવારો મેળવી શકશે. આ ઉપરાંત, GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરીક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.

પોલીસ ભરતી બોર્ડે શરૂ કરી વેબસાઈટ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ છે, જેની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી લેવાની શરૂ થશે. આ દરમિયાન ઉમેદવારોને ભરતી સંબંધિત વિવિધ જાણકારી મળી રહે તેવા હેતુ સાથે ભરતી બોર્ડ દ્વારા gprb.gujarat.gov.in વેબસાઈટ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 'જે ખેલે એ ખીલે..', ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, લાખો રમતવીરો લેશે ભાગ

રાજ્યમાં પોલીસની ભરતીની જાહેરાત થતાની સાથે પોલીસ બનવા ઈચ્છતા યુવક-યુવતીઓ તેની તૈયારીમાં લાગી ગયા હતા. જ્યારે હવે અમુક જ દિવસમાં ભરતીની શારીરિક કસોટી લેવામાં આવશે, જેના કોલલેટર હાલના ધોરણે ojas.gujarat.gov.in આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. 

GPSC વર્ગ 1-2ની ભરતી-પરીક્ષા અંગે ચેરમેને શું કહ્યું?

ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરીક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.  જેમાં હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર GPSC વર્ગ 1-2ની ભરતી અને પરીક્ષાને લઈને જણાવ્યું હતું કે, 'જીપીએસસી વર્ગ-1, 2 ની પ્રિલિમ 6 એપ્રિલ તથા મેઈન પરીક્ષા 13, 14 તથા 20, 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાખવાનું આયોજન છે, જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પણ આપી શકે.' 



Google NewsGoogle News