Get The App

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી

43 હથિયારધારી અને 551 બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી

આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 1 - image


PSI and PI Transfer in Gujarat : દેશમાં આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે અને સરકારી અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે  નાયબ સચિવ કક્ષાના અને તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાયા બાદ હવે ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને મામલતદારોની બદલી કરવામાં આવી હતી.

રાજ્યમાં PI, PSIની બદલી કરવામાં આવી

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 43 હથિયારધારી પીએસઆઈ, 551 બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. પોલીસ અધિકારીઓને એક શહેરથી બીજા શહેર મોકલાયા છે. હવે આઈપીએસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં થાય તો નવાઈ નહીં. 

43 હથિયારધારી PSIની બદલી

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 2 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 3 - image

232 બિન હથિયારધારી PIની બદલી

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 4 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 5 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 6 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 7 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 8 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 9 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 10 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 11 - image

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી 12 - image

આ ઉપરાંત 551 બિન હથિયારી PSIની બદલી કરવામાં આવી છે

અગાઉ પણ અનેક અધિકારીઓની બદલી કરાઈ હતી

ગઈકાલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના વર્ગ-1ના અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. તો ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. તેમજ આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરાઈ છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી કુલ 50 IAS અધિકારીઓની બદલી કરાઈ હતી.


Google NewsGoogle News