Get The App

ગુજરાતમાં પોલીસ વિભાગ માટે 'શુભ દિવાળી', 538 ASIને PSI તરીકે અપાયું પ્રમોશન

ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં પોલીસ વિભાગ માટે 'શુભ દિવાળી', 538 ASIને PSI તરીકે અપાયું પ્રમોશન 1 - image


Gujarat Police Promotion ASI to PSI : રાજ્યમાં પોલીસ ખાતાને લઈને ગાંધીનગરમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસ ખાતાને લઈ જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યમાં ASIને હંગામી બઢતી આપવામાં આવી છે, બઢતી પામેલા ASIને ગૃહ વિભાગ દ્વારા PSI તરીકે પ્રમૉટ કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા દિવાળી ટાણે આ શુભ સમાચાર આવ્યા છે. બઢતી મળેલા ASIની દિવાળી સુધારી ગઈ છે.

ગુજરાતમાં પોલીસ વિભાગ માટે 'શુભ દિવાળી', 538 ASIને PSI તરીકે અપાયું પ્રમોશન 2 - image

538 જેટલા ASIને ગૃહ વિભાગ તરફથી દિવાળી ભેટ 

પોલીસ બઢતીને લઇ ગૃહ વિભાગે આજે જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં PSIની ઘટ્ટ ઓછી થઇ શકે છે. લાંબા સમયથી આ 538 જેટલા ASI બઢતીની રાહ જોઈ રહ્યા હતા જેની આતુરતાનો આજે ગૃહ વિભાગ જાહેરતા કરી અંત કર્યો છે અને તમામને હંગામી બઢતી મળી છે.   

ગુજરાતના  બે  DySPને SP તરીકે મળ્યું પ્રમોશન 

આ સિવાય પણ ગુજરાત પોલીસના બે  DySPને SP તરીકે બઢતી આપી છે. ગૃહ વિભાગે ATSના   DySP કે. કે. પટેલ અને  સુરત  ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજીયાને SP તરીકે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપ્યા છે. ગુજરાત પોલીસમાં આ કેડરમાં પ્રકારે પ્રમોશનનો નિર્ણય પહેલી વખત લેવાયો છે.  DySP કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક અપાય છે. જ્યારે ભાવેશ રોજીયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક આપવામાં આવી છે.


Google NewsGoogle News