લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 1 - image


Gujarat Police Transfers Order : લોકસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં બદલીઓના આદેશ અપાયા છે. રાજ્યના 8 IPS અને 65 DySPની બદલી કરાઈ છે. વિસ્તાર અને વિભાગની જરૂરિયાત અનુસાર બદલી કરવામાં આવી છે. જેના માટે ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના ઈનપુટ મેળવ્યા બાદ નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં 8 IPSની નવી નિમણૂક

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 આઈપીએસની બદલીના આદેશ અપાયા છે. ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ આઇપીએસ અધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે  પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં એએસપીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વલય વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલા ખાતે નિમણૂક કરાઈ છે. જ્યારે અંશૂલ જૈનની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મહુવા ખાતે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવની રાજપીપળા, ગૌરવ અગ્રવાલની બોડેલી, સંજયકુમાર કેશવાલાની મોડાસા, વિવેક ભેડાની સંતરામપુર, સાહિત્યા વી.ની પોરબંદર અને સુબેધ માનકરની દિયોદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વર્ષ 2020ની બેચના પાંચ આઇપીએસ અધિકારીઓના પોસ્ટીંગ વેઇટીંગમાં રાખવામાં આવ્યા છે. જે નિમણૂંક ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 2 - image

ગુજરાતમાં 65 DySPની બદલી કરાઈ

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 65 DySPની બદલી કરાઈ છે. તેમની નવી નિમણૂકના આદેશ અપાયા છે. આ ઉપરાંત, વર્ષ 2020ની બેચના પાંચ આઇપીએસ અધિકારીઓન પોસ્ટીંગ વેઇટીંગમાં મુકાયા છે. જેમાં  લીમખેડાના એએસપી બિશાખા જૈન, દેવભૂમિ દ્વારકાના એએસપી રાધવ જૈન, ઉનાના એએસપી જીતેન્દ્ર અગ્રવાલ,કામરેજના એએસપી નિધી ઠાકુર અને દાહોદના એએસપી સિદ્વાર્થ કોરૃકોન્ડાનો સમાવેશ થાય છે. આગામી સમયમાં તમામને નિયમિત પોસ્ટીંગ આપવામાં આવશે.


લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 3 - imageલોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 4 - image

લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 5 - image

લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 6 - image

લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 7 - image

લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 8 - image

લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, ગુજરાતમાં 8 IPS અને 65 DySPની બદલી 9 - image


Google NewsGoogle News