Get The App

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ

Updated: Apr 2nd, 2025


Google News
Google News
ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ 1 - image


Dakor Ranchhodrai Temple: યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ભક્તો અને ગુજરાતની બહાર રહેતાં વૈષ્ણવો ત્રીજી એપ્રિલથી ઓનલાઈન બુકિંગ સેવા દ્વારા રણછોડાયજીને વસ્ત્ર અર્પણ કરી શકશે. 3 એપ્રિલે સવારે 10 વાગ્યે મંદિરની સત્તાવાર વેબાસાઈટ www.ranchhodraiji.org પરથી વસ્ત્રો માટે નોંધણી કરાવી શકાશે. જેના માટે મંદિર દ્વાર નક્કી કરવામાં આવેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે. વેબસાઈટ પર વસ્ત્રોની નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે. 

વસ્ત્ર નોંધણી કરવાની ફી 

વસ્ત્રની નોંધણી માટે સવારના વસ્ત્ર માટે 5000 રૂપિયા તેમજ સાંજના વસ્ત્ર માટે 2500 રૂપિયા તુરંત ઓનલાઈન પેમેન્ટ દ્વારા જમા કરાવવાના રહેશે. વસ્ત્રની ઓનલાઈન નોંધણી કરાવતી વખતે એક જ તારીખમાં બે કે તેથી વધુ વૈષ્ણવોના વસ્ત્ર માટેનું બુકીંગ થયેલું હશે તો તેમાં બુકિંગનો-પેમેન્ટનો પહેલાં નાણાં ચૂકવનારનો સમય જ ધ્યાને લઈ વસ્ત્ર નોંધણી ક્રમ નકકી કરવામાં આવશે, જે સબંધે કોઈ ફરિયાદ સાંભળવામાં નહીં આવે અને મેનેજરનો નિર્ણય આખરી રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વાહનોને આગ ચાંપનાર મહિલાની ધરપકડ, CCTVના આધારે ઓઢવ પોલીસે પકડી પાડી

નોંધનીય છે કે, મંદિરના લાગાના નક્કી કરેલા દિવસોની તથા ધનુ માસના પ્રારંભથી-અંત સુંધીના દિવસોની તારીખ કોઈપણ વૈષ્ણવને આપવામાં નહીં આવે. આ અંગે કમિટીનો નિર્ણય આખરી રહેશે. અસામાન્ય સંજોગોમાં મંદિરના પોતાના વસ્ત્રો ધરવાના થાય તો તે પ્રમાણે અમલ કરવામાં આવશે અને જે તે દિવસ નોંધાયેલા વૈષ્ણવને બીજી તારીખ મંદિર તરફથી આપવામાં આવશે. જે અંગે કોઈ ફરિયાદ કરી શકાશે નહીં. આવો પ્રશ્ન ઉપસ્થિત થઈ મેનેજરનો રૂબરૂ સંપર્ક કરવો અને આ અંગે મેનેજરનો નિર્ણય આખરી ગણાશે.

આ પણ વાંચોઃ જામનગરમાં આજે વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા સ્વામિ નારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દુર કરવાની માંગણી સાથે મૌન રેલી યોજાશે

વસ્ત્ર નોંધણી ઓનલાઈન કરાવવાની પ્રોસેસ

  • સ્ટેપ-1: તમારા Google ઇમેઇલ એકાઉન્ટથી લોગીન કરો.
  • સ્ટેપ-2: મેનુમાંથી વસ્ત્ર નોંધણી પસંદ કરો. વિગતો વાંચ્યા બાદ નીચે નોંધણી માટેનું બટન આપવામાં આવ્યું હશે. તેના પર ક્લિક કરવું.
  • સ્ટેપ-3: નિયમો અને શરતો વાંચીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
  • સ્ટેપ-4: વિકલ્પ પસંદ કરો સવારના વસ્ત્ર અથવા સાંજના વસ્ત્ર. વસ્ત્ર લાગો ઉપરાંત ઋતુ અનુસાર વસ્ત્રનું કાપડ તથા દરજીની સિલાય અલગથી આપવાની રહેશે
  • સ્ટેપ-5: વસ્ત્રના નિયમો અને શરતો વાંચી તેને accept (√) કર્યા બાદજ વસ્ત્ર નોંધણી માટે તારીખ સિલેક્ટ કરી શકાશે.
  • સ્ટેપ-6: તમારી ડિટેઇલ ચેક કરી, કન્ફોર્મ કરી તમારી તારીખ પસંદ કરો.
  • સ્ટેપ-7: નિયમો અને શરતો accept (√) કર્યા બાદ પેમેન્ટ કરો.
  • સ્ટેપ-8: પેમેન્ટની પ્રોસેસ પુરી કરો, જો 60 મિનિટમાં પેમેન્ટની પ્રોસેસ નહીં થયેલ હોય તો તમારી પસંદ કરેલી તારીખ ફરીથી ઓપન થઇ જશે.
  • સ્ટેપ-9: જો કોઈ કારણસર પેમેન્ટ નહીં થઇ શકે તો 60 મિનિટની અંદર My Accountમાં જઈ Pending Payment પસંદ કરી પેમેન્ટ પ્રોસેસ પુરી કરી શકાશે. દરેક વૈષ્ણવોને લાભ મળે તેના માટે એક ઇમેઇલ એકાઉન્ટથી એક જ તારીખની નોંધણી થશે.

Tags :