મોરબીમાં હિટ એન્ડ રન: ટ્રકની અડફેટે રાહદારીનું મોત, અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર
Morbi Hit and Run: ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એવામાં મોરબીના હળવદમાંથી પણ અન્ય એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યો ટ્રકચાલક રાહદારીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વસ્ત્રાલ કાંડ બાદ પોલીસની ઊંઘ ઉડી, એક જ દિવસમાં 21 અસામાજિક તત્ત્વો પાસા હેઠળ જેલ હવાલે
શું હતી ઘટના?
ગુજરાતના મોરબીના હળવદમાં સરા ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે (19 માર્ચ) મોડી રાત્રે એક અજાણ્યા ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે આવી રાહદારીને અડફેટે લીધો હતો. આ ટ્રકચાલક રાહદારીને અડફેટે લઈ ત્યાંથી તુરંત ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની માત્ર વાતો પણ સ્થિતિ જુદી, વિધાનસભામાં ચર્ચા
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રાહદારીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ અજાણ્યો ટ્રકચાલક કોણ હતો તે વિશે શોધ કરી રહી છે. નોંધનીય છે કે, હજુ સુધી રાહદારી કોણ હતો તેની ઓળખ વિશે પુષ્ટિ થઈ શકી નથી.