Get The App

નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર; વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને ઍલર્ટ કરાયા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર; વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને ઍલર્ટ કરાયા 1 - image


Sardar Sarovar Dam: આ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતાં પાણીની આવક વધતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ઉપરવાસમાંથી 3,47,891 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા નદીમાંથી કુલ 3,17,014 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 13મી સપ્ટેમ્બરની સાંજે ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી હતી. 

42 ગામોને ઍલર્ટ કરાયા

ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં જળસ્તર જાળવી રાખવા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. બીજી તરફ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને ઍલર્ટ કરાયા છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હીપ રિપ્લેસમેન્ટના કેસમાં 40 ટકા વધારો, 80 ટકા લોકો તો 50થી ઓછી વયના

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે 207 ડેમમાંથી 119 ડેમ તો ઓવર ફ્લો થઈ ચૂક્યા છે. સરદાર સરોવર ડેમમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 124 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં સિઝનનો સરેરાશ 124 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 130 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 128 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 120 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 107 ટકા વરસાદ નોંધાયો છે.

નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર; વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને ઍલર્ટ કરાયા 2 - image



Google NewsGoogle News