VIDEO: વડોદરામાં ભારે વરસાદ બાદ રસ્તા પર મગર દેખાયો, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Heavy Rain in Vadodara: વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરમાં 13 ઈચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા હતા. બીજી તરફ મોડી રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી નરહરિ હોસ્પિટલ નજીક મગર તણાઈ આવ્યો હતો. જોકે, લોકો દ્વારા આ મગરનું સફળ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો હતો.
વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી
વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અનધાર 13 ઈંચ જેટલો વરસાદ વરસતાં સંસ્કારી નગરીમાં પાણી જ પાણી થઇ ગયું હતું. આખું શહેર બોટમાં ફેરવાઇ જતાં એનડીઆરએફની ટીમ બોટ લઇને શહેરમાં રેસ્ક્યુ માટે ફરતી જોવા મળી હતી. ભારે વરસાદના લીધે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી 26 ફૂટ છે, જે તેણે વટાવી દીધી છે. શહેરના તમામ વિસ્તારોમાં પણ વરસાદી પાણીના લીધે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેથી શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં 13 ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ કર્યા ખમૈયા, વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી
વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
ભારે વરસાદના લીધે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાય જતાં વાહનચાલકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એટલું જ નહિં અનેક દુકાનો તેમજ મકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને કારણે 20 વિસ્તારના રસ્તા પર આવેલી 85 સોસાયટીઓ અને 20 વસાહતમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા.