Get The App

કચ્છમાં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી પર દુષ્કર્મ, રાજ્યમાં એક અઠવાડિયામાં બળાત્કારની ત્રીજી ઘટના

Updated: Oct 9th, 2024


Google News
Google News
કચ્છમાં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી પર દુષ્કર્મ, રાજ્યમાં એક અઠવાડિયામાં બળાત્કારની ત્રીજી ઘટના 1 - image


Molestation Case : ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસરથી યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં એક દલિત યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે તકનો ગેરલાભ ઉઠાવી પેવર બ્લોકના કરાખાનેદારે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર ગત મંગળવારે (7 ઓક્ટોબર) ના રોજ રાપર તાલુકાના આડેસર ગામમં એક દલિત યુવતી ગરબા રમીને રાત્રે 1 વાગ્યાની આસપાસ પરત ફરી રહી હતી. રસ્તામાં યુવતીને અચાનક ચક્કર આવતા સંજય નામનો એક યુવક તેને પાણી પીવડાવવા માટે નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવા લઈ ગયો હતો. યુવક યુવતીને એકલા જોઈ પેવર બ્લોકના કારખાનેદાર  પ્રવિણ રાજપૂતની નિયત બગડી હતી. તેણે યુવકને બહાર કાઢી મૂકે દરવાજો બંધ કરી દીધો અને પછી યુવતીની મરજી વિરૂદ્ધ તેના કપડાં ઉતારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

આ પણ વાંચો: નવરાત્રિમાં વધુ એક હેવાનિયત, વડોદરા બાદ સુરતમાં સગીરાને 3 નરાધમોએ પીંખી નાખી

આ દરમિયાન સંજય સાથે એક અન્ય યુવક પણ તેની મદદે આવી પહોંચ્યો હતો. આ ઘટના બાદ યુવતીએ હિંમત દાખવી આડેસર પોલીસ મથકે બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પ્રવિણ રાજપૂત વિરૂદ્ધ થોડા સમય અગાઉ ગેરકાયદે વ્યાજખોરીના મુદ્દે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: સુરતમાં સગીરા પર બળાત્કાર કરનારા ત્રણેય નરાધમ ઝડપાયા, અર્ધનગ્ન હાલતમાં ફેંકીને ભાગી ગયા હતા

અત્રે ઉલ્લેખનીય છે આજે સવારે સુરતના બોરસરાં ગામે સામૂહિક દુષ્કર્મની ઘટના સર્જાઇ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી કચ્છની મુલાકાત સમયે જ દુષ્કર્મનો કેસ પ્રકાશમાં આવતાં પોલીસબેડામાં ભારે દોડધામ મચી ગઈ. 

Tags :
Navratri-2024KutchRaparGujarat-Rape-CaseGang-RapeSurat

Google News
Google News