પ્રવક્તા મંત્રી અંધારામાં રહ્યાં અને સરકારે દારૂ પીવાની છૂટ આપી, નશાબંધીયુક્ત ગુજરાતમાંથી ગિફ્ટ સિટી બાકાત
માડિયા સાથેની વાતચીતમાં ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ક્યારેય દારૂ વેચવાની કે પીવાની છૂટ નહીં મળે
ગાંધીનગર, શનિવાર
govt allows liquor in gift city : ગુજરાતમાં ક્યારેય દારૂ વેચવાની કે પીવાની છૂટ આપવામાં નહીં આવે તેવું નિવેદન બે દિવસ પહેલાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આપ્યું હતું પરંતુ રાજ્ય સરકારના નિર્ણય આજે દારૂની છૂટછાટ આપી દેવામાં આવી છે. પ્રવક્તા મંત્રી અંધારામાં રહ્યાં છે. સરકારના નિર્ણય તેમને જાણ ન હતી.
દારૂ પીવાની છૂટની જાણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ન હતી
રાજ્યના નશાબંધી વિભાગે ગિફ્ટ સિટી સંકુલમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ક્લબ હાઉસમાં કર્મચારી, અધિકારી અને ગિફ્ટ સિટીની મુલાકાતે જતા લોકોને દારૂ પીવાની છૂટ આપતો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય ઉચ્ચકક્ષાની બેઠકમાં લેવાયો છે પરંતુ તેની જાણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ન હતી તેથી તેમણે કેબિનેટના બ્રિફીંગમાં એવું કહ્યું કે રાજ્યમાં ક્યારેય દારૂ વેચવાની કે પીવાની છૂટ નહીં અપાય. ઋષિકેશ પટેલ જાણતા જ હશે કે ટુરિઝમ પરપઝથી ગુજરાત બહારના અને વિદેશના જે લોકો આવે છે તેમને સરકાર પરમીટ આપે છે. એટલું જ નહીં પરપ્રાંતના બિઝનેસ ડેલિગેશન માટે પણ સ્પેશ્યલ પરમીટ આપવામાં આવે છે. હવે તો રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ગિફ્ટ સિટીના સમગ્ર સંકુલમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. જો કે હોટલ કે ક્બલના સંચાલકો દારૂની બોટલો વેચી શકશે નહીં.