મહીસાગર જિલ્લામાં કારે બાઈકને ફંગોળી નાખ્યું, ધ્વજવંદનના કાર્યક્રમમાં જતા શિક્ષકનું કમકમાટીભર્યું મોત
Mahisagar Accident | 76મા પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની. વહેલી સવારે ધ્વજવંદનના કાર્યક્રમમાં સામેલ થવા બાઈક પર નીકળેલા એક શિક્ષકને મોંઘેરી કારના ચાલકે અડફેટે લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું.
ક્યાં બની ઘટના?
માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના ખાનપુરમાં પાંડરવાડાના કુભાઈડી ગામ નજીક આ ઘટના બની હતી. જ્યાં વાઢેલા પ્રાથમિક સ્કૂલમાં ભણાવતા રાજેશ નામના શિક્ષક બાઇક પર નીકળ્યા હતા. તેઓ સ્કૂલમાં આયોજિત ધ્વજવંદનના કાર્યક્રમમાં સામેલ થવા નીકળ્યા હતા. જોકે અજાણ્યા કાર ચાલકે તેમના બાઈકને ફંગોળી નાખતાં શિક્ષક રાજેશનું મોત નીપજ્યું હતું.
ઘટના બાદ કારચાલક ફરાર
જ્યારે અકસ્માત થયો તો લોકોની ભીડ ભેગી થવા લાગી હતી ત્યારે તકનો લાભ લઇ કારચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.