Get The App

Gujarat Local Body Result: જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
Gujarat Local Body Result: જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો 1 - image


Gujarat Local Body Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે જ્યારે કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ 57 ટકા જેટલું મતદાન પૂર્ણ થયું હતું. જ્યારે ધ્રોલ નગરપાલિકાના 1 વોર્ડમાં ઉમેદવારનું મૃત્યુ થતા 4 સીટની ચૂંટણી મુલતવી રહી હતી.

કુતિયાણા અને રાણાવાવમાં સપાની જીત

પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખેલ જામ્યો હતો. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા (સમાજવાદી પાર્ટી)એ બાજી પલટી દીધી છે. કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. વળી રાણાવાવમાં સપાએ 20 બેઠક સાથે બહુમત મેળવી જીત હાંસલ કરી છે. આ સાથે ભાજપ 8 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી. 


જૂનાગઢ મનપાના પરિણામ:

તમામ નપાના પરિણામ:

Gujarat Local Body Result: જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો 2 - image


ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો

  • રાજ્યમાં નગરપાલિકાના ચૂંટણીમાં પરિણામમાં 68માંથી 67 બેઠકના પરિણામ સામે આવ્યાં છે. 
  • નગરપાલિકાની ચૂંટણીમાં 67માંથી 60 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો અને કોંગ્રેસને માત્ર 1 સલાયા નગરપાલિકાની જ બેઠક મળી.
  • પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત અને આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો.
  • ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે.

આ સિવાય ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે.

મહુધામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું, અપક્ષના ખાતમાં 10

ખેડાના મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ ખાતુ પણ નથી ખોલી શકી. 24 બેઠકમાંથી ભાજપના ખાતામાં 14 અને અન્યના ખાતામાં 10 બેઠકો આવી છે.

ખેડબ્રહ્મામાં ભગવો

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 17 બેઠક સાથે ભાજપે બહુમતનો આંકડો પાર કરી જીત હાંસલ કરી છે. આ સાથે કોંગ્રેસના ખાતામાં 11 બેઠકો આવી છે.

જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક જગ્યાએથી બબાલના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં પરિણામ બાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.

કોંગ્રેસના ગઢમાં ગાબડુ

કોંગ્રેસનો ગઢ ગણાતી રાજકોટના ધોરાજીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ધોરાજી પાલિકાની 36 બેઠકોમાંથી ભાજપે 20 પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કર્યો છે. આ સિવાય કોંગ્રેસના ખાતામાં 12 બેઠક આવી છે.

જૂનાગઢમાં ભાજપનો ભવ્ય વિજય

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 48 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે કોંગ્રેસે 11 બેઠકો પર જીત હાંસલ કરી છે. અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

મહીસાગરમાં 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપની જીત

મહીસાગરમાં 3 ગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. જેમાં વર્ષો બાદ લુણાવાડામાં 16 બેઠક સાથે કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અહીં કોંગ્રેસને 11 અને અન્યના ખાતામાં 1 બેઠક ગઈ હતી. આ સિવાય સંતરામ નગરપાલિકામાં ભાજપે 15 બેઠક સાથે જીત મેળવી છે. જેમાં કોંગ્રેસના ખાતામાં 7 અને અન્યના ખાતામાં 2 બેઠક ગઈ છે. બાલાસિનોર નગર પાલિકામાં ભાજપની 16 બેઠક સાથે જીત થઈ છે અને કોંગ્રેસને 9 બેઠક મળી હતી, આ સિવાય અન્યના ખાતામાં 3 બેઠક આવી છે. નોંધનીય છે કે, 2 તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો છે. 

સલાયામાં ભાજપના સૂપડા સાફ?

દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. સલાયામાં 15 બેઠક પર કોંગ્રેસ અને 13 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. આ સિવાય ભાજપ હજુ સુધી ખાતું પણ ખોલી નથી શક્યું. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપ સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ નથી ખૂલ્યુંં.

તળાજામાં રિકાઉન્ટિંગમાં પલટાયો ખેલ

ભાવનગરના તળાજા પાલિકા વોર્ડ નંબર 4માં રિકાઉન્ટિંગમાં પરિણામ બદલાઈ ગયું છે. રિકાઉન્ટિંગ બાદ કોંગ્રેસની પેનલની બદલે ભાજપનો વિજય થયો છે. જેના કારણે કોંગ્રેસનો જશ્નનો માહોલ શાંત થઈ ગયો છે અને ભાજપે જશ્ન શરૂ કર્યો છે.

ઘાટલોડિયામાં ભાજપની જીત

અમદાવાદ મનપા ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ પેટલની જીત થઈ છે. 

ભાજપે સસ્પેન્ડ કર્યાં તો અપક્ષ તરીકે જીત્યા

પાટણ જિલ્લાના ચાણસ્મા નગર પાલિકાની બેઠકમાં પરષોત્તમ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યાં હતાં. બાદમાં તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને હવે જીત હાંસલ કરી છે. 

અમરેલીની તમામ નગર પાલિકા પર ભાજપનો કબ્જો

અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપની જીત થઈ છે. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ સિવાય જામજોધપુરની 28 બેઠકમાંથી 27માં ભાજપે જીત હાંસલ કરી છે અને એક બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં ગઈ છે. 

અમદાવાદ ગ્રામ્યમાં કોંગ્રેસની જીત

અમદાવાદ ગ્રામ્યના ધંધુકા નગર પાલિકા વોર્ડ નંબર 4માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. અહીં કોંગ્રેસના તમામ 4 ઉમેદવારનો વિજય થયો છે.

પાટણમાં ભાજપનો પરચમ

પાટણની રાપર નગર પાલિકામાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. પાટણની ત્રણેય નગરપાલિકા ભાજપે જીતી છે. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગર પાલિકામાં ભાજપનો વિજય છો છે. આ સિવાય રાધનપુર નગરપાલિકા પણ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. 

રાણાવાવ પાલિકા પર સપા તો પારડી નગરપાલિકા પર ભાજપની જીત

રાણાવાવ પાલિકા સપાએ કબજે કરી છે. અહીં સપાની જીત થઈ છે. 16 બેઠકો પર સપાના ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 28 બેઠકમાંથી 22 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. 5 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. આ સિવાય કુતિયાણામાં સપાએ 14 બેઠકો પર વિજય સાથે બહુમતિનો આંકડો પાર કરી લીધો છે.

જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

જેતપુર નગરપાલિકાની 44 બેઠકમાંથી 23 બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. જેતપુર પાલિકાના 11 વોર્ડમાંથી 23 બેઠક ભાજપને મળી છે. આ સિવાય 8 બેઠક અપક્ષને મળી છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસને મળી. 

આણંદમાં રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ

આણંદની બોરિયાવી પાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. જોકે, રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ થતાં મતગણતરી ટૂંક સમય માટે અટકી છે.

જામજોધપુરમાં પણ ભાજપનો સપાટો

જામનગર જિલ્લાના જામજોધપુર નગર પાલિકાના તમામ વોર્ડ ભાજપના ખાતામાં ગયા છે. 7 વોર્ડની તમામ 28 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થતાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

પંચમહાલમાં ભાજપનો સપાટો

પંચમહાલના હાલોલ નગર પાલિકાની તમામ 36 બેઠકો પર ભાજપની જીત થઈ છે. હાલોલ નગર પાલિકમાં કુલ 9 વોર્ડની 36 બેઠકો હતી. જેમાંથી 21 બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થઈ ચુક્યું હતું. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો પરચમ લહેરાયો છે. આ સિવાય કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી નથી શકી.

ખેડામાં આચાર સંહિતાનો ભંગ

ખેડાના ચકલાસી પાલિકામાં જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકર્તાઓ અને વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયા ઉડાડી ઉજવણી કરી હતી.

સાણંદ નગર પાલિકામાં ભાજપનો વિજય

સાણંદ નગર પાલિકામાં 28 બેઠકમાંથી ભાજપે 16 બેઠકો પર જીત હાંસલ કરી બહુમતનો આંકડો પાર કર્યો છે. નોંધનીય છે કે, કોંગ્રેસ હજુ સુધી ખાતુ પણ નથી ખોલાવી શકી.

તળાજા રિકાઉન્ટિંગમાં ભાજપ જીત્યો 

ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે   ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે.

જિલ્લા પંચાયતની તમામ પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે. 

જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ

અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, 28 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થયું હતું અને આજે અન્ય 12 બેઠક પણ પોતાના કબ્જે કરી છે. 

ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપ જીત્યો, કોંગ્રેસનો રકાસ..

ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે. આ સાથે ભાજપના 24 ઉમેદવારો જીતી ગયા છે અને જેના પગલે ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસ ખાલી હાથ રહી ગઇ છે.

Gujarat Local Body Result: જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો 3 - image

વિજયનગર બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત

સાબરકાંઠાના વિજયનગરની તાલુકા પંચાયતની બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. 

ખેડબ્રહ્મામાં રિકાઉન્ટિંગની માંગ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રિકાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર 3 માં ફક્ત 30 મતોનું માર્જિન હોવાના કારણે રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે. 

તાપીના સોનગઢમાં ભગવો લહેરાયો

તાપીના સોનગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ભાજપના 16 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. નોંધનીય છે કે, સોનગઢ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ રહી હતી.

હળવદમાં થઈ બબાલ

હળવદ વોર્ડ નંબર.3 નું પરિણામ જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. માહોલ ઉગ્ર બનતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો.

ગઢડા નગરપાલિકામાં ભાજપની જીત

ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 3ની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપની કુલ 8 બેઠકો પર જીત થઈ છે. નોંધનીય છે કે, ચાર બેઠક પર પર ભાજપના ઉમેદવાર પહેલાંથી જ બિન હરીફ જાહેર થયા હતાં. 

દ્વારકાના સલાયામાં ઉલટફેર

દ્વારકાના સલાયામાં જોરદાર ઉલટફેર જોવા મળ્યો. અહીં આપના 8 ઉમેદવારો જીતી ગયા છે. જોકે ભાજપ અને કોંગ્રેસના હાથમાં હજુ કંઇ આવતું દેખાતું નથી. 

જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ જીતી 

જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આ સાથે ભાજપનો સ્કોર જૂનાગઢ મહાનગરપાલિકામાં 27 પર પહોંચી ગયો છે જ્યારે 1 બેઠક અપક્ષના હાથમાં છે અને કોંગ્રેસ હજુ ખાલી હાથ છે. 

ચાણસ્મા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી 

હળવદમાં વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે ત્યારે ચાણસ્મામાં વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી જતાં ખાતું ખુલી ગયું છે. 

વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સત્તા મળવાની શક્યતા 

વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 11 બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યા બાદ હવે વધુ ચાર બેઠકો જીતી ગયો છે. વાંકાનેરમાં કુલ 28 બેઠકો છે. જેમાં મોટાભાગની બેઠકો ભાજપને મળે તેવી શક્યતાને જોતાં સત્તામાં અહીં ભાજપ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. 

જૂનાગઢમાં ભાજપનો મોટો ઝટકો 

ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા હાર્યો. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. 

બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારને જીત મળી હતી. 

આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના 1 અને અપક્ષના 3 ઉમેદવારો જીત્યાં છે. 

છોટાઉદેપુર ન.પા.વોર્ડ નંબર 1 માં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. 

ધરમપુર વોર્ડ નંબર 1માં ચારેય અપક્ષ ઉમેદવારની પેનલ જીતી 

ધરમપુરમાં ભાજપ અને કોંગ્રેસને પછાડી વોર્ડ નંબર 1 માં અપક્ષના ઉમેદવારોએ શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. 

જૂનાગઢ મહા.ન.પા.ના વોર્ડ નંબર 13 માં ભાજપ વિજયી 

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13 માં પણ ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો કુલ આંકડો હવે 20 પર પહોંચી ગયો છે. 

ગાંધીનગરમાં રૂપાલ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલતાં ગાંધીનગરના રુપાલમાં વિજયી શરૂઆત કરી છે. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં તાલુકા પંચાયતની બે બેઠક પર ભાજપ જીત્યો છે. રાયપુર તાલુકા પંચાયતની બેઠક ભાજપ જીતી ગયો છે. 

જૂનાગઢના વોર્ડ નંબર 5 અને 1માં ભાજપની પેનલ જીતી. ચારેય ઉમેદવારો જીત્યાં 

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ જારી છે. હજુ સુધી કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. વોર્ડ નંબર 5માં અને 1માં વિજય સાથે ભાજપના ખાતામાં 16 બેઠકો આવી ચૂકી છે. કુલ બેઠકો 60 છે. 

બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યાં 

બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવારો જીત્યાં હતા. 

સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી 

સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલ જીતી છે. 

લુણાવાડા-બાલાસિનોરમાં ભાજપની વિજયી શરૂઆત 

લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ છે. 

ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં પંજો આગળ 

ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા.  

કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની પેનલ જીતી 

બીજી બાજુ કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીતી ગયા છે. 

વલસાડમાં પણ ભગવો 

વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી. જ્યારે જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા. 

હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી 

સ્થાનિક એકમોની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો અનુસાર ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા છે. જ્યારે હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં પણ ભગવો લહેરાયો છે. 

ગાંધીનગરમાં શું છે સ્થિતિ? 

ગાંધીનગર તાલુકા પંયાયતની રાયપુર બેઠક પર ભાજપે વિજયી શરૂઆત કરી. 

જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપનો વિજય 

ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. 

અમરેલીના ચલાલામાં ભાજપની જીત  

અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઇ છે. 24 બેઠકની ચલાલા નપામાં 4 બેઠક પર જીત સાથે ભાજપે ખાતુ ખોલ્યું હતું. 

સાબરકાંઠામાં ભાજપની વિજયી શરૂઆત 

સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. 

માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર-1 પર ભાજપની જીત 

લુણાવાડામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. ધ્રોલ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સાણંદ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત થઇ હતી.

સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની જીત 

જામજોધપુરના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી 

કોડીનારમાં ભાજપની પેનલ જીતી 

સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય 

માણસા નપાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય 

તલોદના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય 

તાપીના સોનગઢ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી, 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં 4 ઉમેદવારોની જીત સાથે ખાતું ખુલ્યું.  

ઓછું મતદાન ચિંતાનો વિષય 

જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 66 નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની 70થી વધુ બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ આવશે. વિધાનસભા, લોકસભાની ચૂંટણી બાદ ફરી ગુજરાતની જનતા શું જનાદેશ આપશે તે આજે નક્કી થઇ જશે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં મતદારો નિરસ દેખાયા હતા. જેના લીધે રાજકીય પક્ષોના નેતા-કાર્યકરો ચિંતિત દેખાઇ રહ્યા છે. પરિણામમાં ઉલટફેરની આશંકાને નકારી ના શકાય. ઓછું મતદાન કોને ફળશે તે હજુ નક્કી કહી ના શકાય. 

કેટલી બેઠકો બિનહરિફ રહી? 

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ છે ત્યારે 1677 જન પ્રતિનિધિઓની આજે પસંદગી થઇ જશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી યોજાય તે પહેલા નગરપાલિકામાં ભાજપની 150 બેઠકો બિનહરિફ જાહેર કરાઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની 9 બેઠકો બિનહરિફ જાહેર કરાઈ હતી. જોકે કોંગ્રેસની માત્ર 3 બેઠક બિનહરિફ રહી હતી જ્યારે ભાજપના 21 મુસ્લિમ ઉમેદવારો પણ બિનહરિફ રહ્યા છે. 

5084 ઉમેદવારો મેદાનમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે 5084 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા હતા. જ્યારે કુલ 36,71, 479 મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. 

4 નગરપાલિકામાં ભાજપ બિનહરિફ 

ઉલ્લેખનીય છે કે 4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતીમાં આવી ગયો હતો. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલ બેઠકનો સમાવેશ થાય છે.

કઈ તાલુુુકા પંચાયતમાં કેટલું મતદાન   

કપડવંજ તાલુકા પંચાયત60.67%
કઠલાલ તાલુકા પંચાયત61.03%
રાજકોટ તાલુકા પંચાયત44.12 %


કઈ નગરપાલિકામાં કેટલું મતદાન 

પ્રાંતિજ નગરપાલિકા64.57%
તલોદ નગરપાલિકા68.85%
ખેડબ્રહ્મા નગરપાલિકા62.78%
મહેમદાવાદ નગરપાલિકા58.25%
ડાકોર નગરપાલિકા55.58%
ચકલાસી નગરપાલિકા77.29%
મહુધા નગરપાલિકા64.94%
ખેડા નગરપાલિકા64.42%
રાણાવાવ નગરપાલિકા46.69%
કુતિયાણા નગરપાલિકા57.30%
લાઠી નગરપાલિકા57.66 %
જાફરાબાદ નગરપાલિકા66.60 %
રાજુલા નગરપાલિકા50.75 %
ચલાલા નગરપાલિકા54.47%
જસદણ નગરપાલિકા46.91 %
જેતપુર નવાગઢ નગરપાલિકા47.83 %
ધોરાજી નગરપાલિકા47.16 %
ભાયાવદર નગરપાલિકા56.94 %
ઉપલેટા નગરપાલિકા49.56 %

Gujarat Local Body Result: જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો 4 - image



Google NewsGoogle News