Get The App

ગુજરાત ઠંડુંગાર, નલિયા સહિત તમામ શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો : નલિયા 8.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું

મોટાભાગના તમામ શહેરોમાં ઠંડીનો ચમકારો..

Updated: Dec 10th, 2022


Google NewsGoogle News
ગુજરાત ઠંડુંગાર, નલિયા સહિત તમામ શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો 1 - image

અમદાવાદ,  તા. 10 ડીસેમ્બર 2022, શનિવાર

બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેસરના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને પગલે ગુજરાતના દરિયા કિનારાનાં વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના તમામ શહેરોમાં ઠંડીની અસર જોવા મળી છે. અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયુ હતું. તો કચ્છના નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડી નોધાઈ છે. તેમજ ડીસાનું લઘુતમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયુ છે. 

રાજ્યમાં લઘુતમ તાપમાન ગગડતાં નલિયા સૌથી ઠંડુ શહેર
અમદાવાદ સહિત રાજ્યમાં વહેલી સવારથી શિયાળાની ઠંડીની અસર જોવી મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે અને ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગશે. રાજ્યમાં લઘુતમ તાપમાન ગગડતાં નલિયા સૌથી ઠંડુ શહેર  રહ્યું છે. જ્યારે અમદાવાદનું લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું છે. તો અમરેલીનું લઘુતમ 13.8 ડીગ્રી નોંધાયું છે. વડોદરાનું લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયો છે. ભુજનું લઘુતમ તાપમાન 13.3 ડીગ્રી,  ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 10.3 ડીગ્રી નોંધાયું છે. પાટણનું લઘુતમ તાપમાન 12.8 ડીગ્રી નોંધાયું હતું. તેમજ રાજકોટનું લઘુત્તમ તાપમાન 15.3 ડીગ્રી નોંધાયું હતું. 

માઉન્ટ આબુમાં ફરી પારો ગગડ્યો, 1 ડિગ્રી તાપમાન નોંધાયું.
રાજસ્થાનનાં માઉન્ટ આબુનું તાપમાન ફરી એકવાર 1 ડિગ્રી પર પહોચી ગયું છે. સુત્રોના  જણાવ્યા મુજબ ધીમે ધીમે હજુ ઠંડીનું પ્રમાણ વધશે. બે દિવસમાં ફરી ઝીરો ડિગ્રી તાપમાન પર આવવાની શક્યતા છે. જો કે માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધતાં પર્યટકોની સંખ્યામાં પણ વધારો થયો છે.  


Google NewsGoogle News