ગુજરાતના 7 IAS અધિકારીઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળશે
લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં |સુધી આ ચાર્જ વ્યવસ્થા અમલી રહેશે
Lok Sabha Elections 2024: ગુજરાતના સાત IAS અધિકારીની ભારત સરકારના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ચૂંટણી નિરીક્ષક તરીકે અલગ અલગ રાજ્યોમાં નિમણૂક કરવામાં આવી છે. જેથી તેમની ફરજની જગ્યા ખાલી પડી હોવાથી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે સચિવાલયમાં અન્ય ફરજ બજાવતા અધિકારીઓને જે તે જગ્યાના વધારાના હવાલા આપ્યા છે. આ ચાર્જ વ્યવસ્થા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ૩૫થી વધુ આઈએએસ અને આઈપીએસને ચૂંટણી નિરીક્ષક તરીકે અન્ય રાજ્યોમાં ચૂંટણી ફરજ સોંપવામાં આવનાર છે.