સોસાયટીમાં રખડતા શ્વાનને ખવડાવનાર પર કાર્યવાહી, ગુજરાત હાઈકોર્ટે સંભળાવી સજા, જાણો શું છે સમગ્ર મામલો
સોસાયટીમાં બે પાડીશીઓ વચ્ચે રખડતા શ્વાનને ખવડાવવા બાબતે ઝઘડો થયો હતો
Gujarat High Court: અમદાવાદમાં બે પાડોશી રખડતા શ્વાનને ખવડાવવાને લઈને બાખડ્યા હતા. આ મામલો એટલો ગરમાયો કે, હાઈકોર્ટ સુધી પહોંચી ગયો.હવે હાઈકોર્ટે શ્વાનને ખવડાવનાર રહીશ અને કોર્પોરેશનનાં વોર્ડના કર્મચારીને ત્રણ દિવસમાં સોસાયટી સાફ કરવાની સજા ફટકારી છે. સાથે મનપાને રખડતા શ્વાનને પકડવા આદેશ આપ્યો છે.
સોસાયટીના રહીશે હાઈકોર્ટમાં અરજી કરી
અહેવાલ અનુસાર, પાલડીની અક સોસાયટીમાં બે પાડીશીઓ વચ્ચે રખડતા શ્વાનને ખવડાવવા બાબતે ઝઘડો થયો હતો. આ મામલે રહીશે હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યું કે, સોસાયટીમાં રખડતા શ્વાનની સંખ્યા વધી ગઈ છે. તેમજ સોસાયટીમાં રહેતા અક રહીશ દ્વારા સવાર-સાંજ શ્વાનને ભેગા કરીને ખાવાનું અપાય છે. જ્યારે સોસાયટીમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ બહાર નીકળે, ત્યારે આ શ્વાન તેને ખાવાનું મળશે એમ સમજીને પાછળ દોડે છે, જેના કારણે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે.
નોંધનીય છે કે,પાડોશીએ પહેલા પોલીસ અને કોર્પોરેશનમાં પણ રખડતા શ્વાનના ત્રાસની ફરિયાદ કરી હતી. જો કે, કોર્પોરેશન દ્વારા શ્વાન પકડવાની કોઈ કામગીરી કરવામાં આવી નહતી. ત્યાર બાદ સોસાયટીના સભ્યોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.