Get The App

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન ચૂંટણી પરિણામઃ પ્રમુખ પદે બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બહ્મભટ્ટની જીત

જોઈન્ટ સેકેટરી પદે ભાવિક પંડયા અને ખજાનચી તરીકે દર્શન દવે ચૂંટાયા

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન ચૂંટણી પરિણામઃ પ્રમુખ પદે બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બહ્મભટ્ટની જીત 1 - image


Gujarat High Court Bar Association Election Result : ગુજરાત રાજ્યના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં પ્રમુખ પદે બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટની જીત થઈ છે. 

ગઈકાલે તમામ 272 બાર એસોસીએશનની ચૂંટણીઓ યોજાઈ હતી

ગઈકાલે ગુજરાત રાજયના તમામ 272 બાર એસોસીએશનની ચૂંટણીઓ ભારે રસાકસી અને ઉત્સાહપૂણ વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન થઈ હતી. આજે આ પરિણામ જાહેર થયુ હતું જેમાં મુખ પદે બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટની જીત થઈ છે.  જ્યારે જોઈન્ટ સેકેટરી પદે ભાવિક પંડયા અને ખજાનચી તરીકે દર્શન દવે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોમાં ખુશી વ્યક્ત કરી હતી અને તમામ ઉમેદવારોએ જીતની ભવ્ય ઉજવણી પણ કરી હતી.

ચૂંટણીમાં 60 ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું

આ ચૂંટણી અંગે ગુજરાત બાર કાઉન્સીલની શિસ્ત સમિતિના ચેરમેન અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ગઈકાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજયના 33 જિલ્લાઓમાં 272 બાર એસોસીએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાયબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ, કારોબારી સભ્યોની ચૂંટણીઓ યોજાઈ હતી. વહેલી સવારથી વકીલો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડયા હતા. ગુજરાતના આશરે સવા લાખ વકીલ મતદારોમાંથી મહત્તમ મતદારોએ મતદાન કરતાં એકંદરે 60 ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું. 

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન ચૂંટણી પરિણામઃ પ્રમુખ પદે બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બહ્મભટ્ટની જીત 2 - image


Google NewsGoogle News