Get The App

ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ, રાજ્યમાં આ વિસ્તારોને કરાયા રેડ એલર્ટ, જાણો ક્યાં શહેરમાં કેવું રહેશે હવામાન

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ, રાજ્યમાં આ વિસ્તારોને કરાયા રેડ એલર્ટ, જાણો ક્યાં શહેરમાં કેવું રહેશે હવામાન 1 - image


ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલના મોડવાહડફમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.  આજે અમદાવાદ સહીત રાજ્યમાં ઘણી જગ્યા પર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપ્યું છે. 

ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ, રાજ્યમાં આ વિસ્તારોને કરાયા રેડ એલર્ટ, જાણો ક્યાં શહેરમાં કેવું રહેશે હવામાન 2 - image

આ વિસ્તારોમાં જાહેર કરવા આવ્યું છે રેડ એલર્ટ 

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ આજે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.

ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ, રાજ્યમાં આ વિસ્તારોને કરાયા રેડ એલર્ટ, જાણો ક્યાં શહેરમાં કેવું રહેશે હવામાન 3 - image

આવતી કાલે રહી શકે છે આ જીલ્લામાં અતિ ભારે વરસાદ 

આવતી કાલે હવામાન ખાતાની આગાહી અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની થવાની શક્યતા છે. જયારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ, રાજ્યમાં આ વિસ્તારોને કરાયા રેડ એલર્ટ, જાણો ક્યાં શહેરમાં કેવું રહેશે હવામાન 4 - image


Google NewsGoogle News