Get The App

દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્યો, ડિસ્ચાર્જ અરજી પણ ફગાવી

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્યો, ડિસ્ચાર્જ અરજી પણ ફગાવી 1 - image


Vipul Chaudhary Dudhsagar Dairy Scam: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલી બોનસ કાંડને લઈને વધતી જોવા મળી રહી છે. મહેસાણા દૂધસાગર ડેરીના બોનલ કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલશે. વિપુલ ચૌધરી દ્વારા ચાર્જ ફ્રેમ પર રોક લગાવવાની અરજી પણ હાઈકોર્ટે ફગાવી દી ધી છે. 

14 કરોડથી વધુના કૌભાંડનો આરોપ

વર્ષ 2020માં ગાંધીનગર CID ક્રાઇમ પોલીસ મથકે પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, તત્કાલિન ચેરમેન આશા ઠાકોર, તત્કાલિન વાઇસ પ્રેસિડેન્ટ મેઘજી પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર એન. જે બક્ષી સામે ડેરીમાં 14.80 કરોડનું બોનસ કૌભાંડ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ વર્ષ 2022થી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આવેલી સ્પેશિયલ ACB કોર્ટમાં ચાલી રહ્યો છે. 

આ પણ વાંચોઃ દિલ્હીના હવાલદારે ગુજરાતના IPSની હવા કાઢી નાખી, લાફો મારતાં લેખિતમાં માફી માંગવી પડી

તપાસમાં સામે આવ્યું હતું કે, મહેસાણામાં દૂધસાગર ડેરીમાં 2015માં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ 2016-20 દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન હતાં. ડેરીના કર્મચારીઓને વધુ બોનસ આપવાનો ઠરાવ પાછળથી બુકમાં લખાયો હતો. આરોપ છે કે, આશા ઠાકોરે મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષી મારફતે નાણાં મેળવી વિપુલ ચૌધરીને આપવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ ધો. 5-8માં ડિટેન્શન પોલિસી હેઠળ RTEના બાળકોને નાપાસ કરતા બે સ્કૂલો વિરુદ્ધ તપાસના આદેશ

કોર્ટે ફગાવી અરજી

મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના ઓથા હેઠળ આશરે 15 કરોડ રૂપિયાના કૌભાંડમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે, આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરી શકાય તેટલા પુરા છે. 

Tags :