Get The App

કોલેજમાં ફિક્સ પગારમાં રહેલા અધ્યાપકો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલો જાહેર કર્યો પગાર વધારો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Salary


Gujarat Govt. Increased Salary Of Fixed Salary Professors : રાજ્યમાં અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપકોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અધ્યાપક સહાયકોને 30 ટકા જેટલો પગાર વધારાના લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

અધ્યાપકો સહાયકોના ફિક્સ પગારમાં 30 ટકાનો વધારો

રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત કોલેજોના અધ્યાપકોના ફિક્સ પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અનુદાનિત કોલેજોમાં ફરજ પર રહેલા અધ્યાપકો સહાયકોના ફિક્સ પગારમાં 30 ટકાનો વધારો કરવાથી હવે તેમને 52 હજાર રૂપિયા મહિને આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આ ઠરાવની તારીખ અધ્યાપકોને પગારમાં લાભ મળવાપાત્ર રહેશે.

રુષિકેશ પટેલે જાણકારી આપી 

અધ્યાપકોના ફિક્સ પગારમાં 30 ટકાના વધારાને લઈને રુષિકેશ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે, 'અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજુઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને 30% જેટલો પગાર વધારાના લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી અધ્યાપકને માસિક રૂ.52,000 મળશે.'

કોલેજમાં ફિક્સ પગારમાં રહેલા અધ્યાપકો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલો જાહેર કર્યો પગાર વધારો 2 - image


Google NewsGoogle News